UP Prime Minister Yogi Adityanath
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (ફાઇલ ફોટો) (Photo by LUDOVIC MARIN/AFP via Getty Images)

ઉત્તરપ્રદેશના અલ્હાબાદ પછી અન્ય એક અગ્રણી શહેરનું નામ બદલાઈ શકે છે. અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને સર્વસંમતિથી શહેરનું નામ બદલીને હરિગઢ કરવાનો ઠરાવ પસાર કર્યો છે. મેયર પ્રશાંત સિંઘલે મંગળવારે મળેલી બેઠકમાં દરખાસ્ત રજૂ કરી હતી અને તેને તમામ કાઉન્સિલરોએ ટેકો આપ્યો હતો.

આ દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવશે. સરકાર જ આ દરખાસ્ત પર અંતિમ મહોર લગાવશે. આ પહેલી વખત નથી કે હરિગઢનો અવાજ ઉઠાવવામાં આવ્યો હોય. આ અગાઉ 21 ઓગષ્ટના રોજ કલ્યાણ સિંહની પુણ્યતિથિ પર આયોજિત હિન્દુ ગૌરવ દિવસ કાર્યક્રમમાં ડેપ્યુટી મુખ્યપ્રધાને કહ્યું હતું કે, લોકસભાની યુપીની તમામ બેઠકો ફરીથી જીતીને કલ્યાણ સિંહનું સપનું સાકાર કરવાનો સંકલ્પ લેવો પડશે. એ જ હરિગઢની ધરતીથી સંકલ્પ લઈને કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ હશે.

જો ઉત્તરપ્રદેશ સરકાર અલીગઢનું નામ બદલવાની દરખાસ્તને લીલીઝંડી આપશે તો તે ભાજપ શાસિત રાજ્યમાં વધુ એક શહેરનું નામ બદલાશે. જાન્યુઆરી 2019માં અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરાયું હતું.

અગાઉ રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે અમને જે સારું લાગ્યું તે અમે કર્યું. અમે મુગલ સરાઈનું નામ બદલીને પંડિત દીન દયાલ ઉપાધ્યાય નગર, અલ્હાબાદનું નામ પ્રયાગરાજ અને ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા જિલ્લો રાખ્યું છે. જ્યાં જરૂર હશે ત્યાં સરકાર જરૂરી પગલાં લેશે.

LEAVE A REPLY

eight − 1 =