(ANI Photo)

શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે સોમવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ખાતે રમાયેલી મેચમાં  શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મૈથ્યૂઝ ક્રિકેટના 146 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ટાઉમ આઉટ થનારો ખેલાડી બન્યો હતો. આ વિવાદાસ્પદ નિર્ણયની કેટલાંક ખેલાડીઓએ ટીકા પણ કરી હતી.

મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ શ્રીલંકાના બેટ્સમેન સદીરા સમરવિક્રમાના આઉટ થયા બાદ એન્જેલો મૈથ્યૂઝ બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ મૈથ્યૂઝને હેલ્મેટ પહેરવામાં સમસ્યા થઇ રહી હતી. તેથી તેને પવેલિયનમાંથી બીજા હેલ્મેટનો ઈશારો કર્યો. પરંતુ આ દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને મૈથ્યૂઝ સામે ટાઈમ આઉટની અપીલ કરી હતી. શાકિબની અપીલ પછી અમ્પાયર મૈથ્યૂઝ પાસે ગયા અને તેને પાછા જવા માટે કહ્યું હતું.

મૈથ્યૂઝે આ અંગે અમ્પાયર્સ સાથે ઘણી ચર્ચા કરી હતી પરંતુ અંતે તેને પવેલિયન પરત ફરવું પડ્યું હતું. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિયમ મુજબ વિકેટ પડી ગયા પછી અથવા બેટ્સમેનના રીટાયર્ડ થયા પછી આવનારા બેટ્સમેને 3 મિનિટ સુધી બોલ રમવા માટે તૈયાર રહેવું પડશે. જો આમ ન થાય તો વિરોધી ટીમના ખેલાડીઓ ટાઈમ આઉટ માટે અપીલ કરી શકે છે.

LEAVE A REPLY

5 × one =