ઓડિસાના પુરીમાં શ્રીજગન્નાથ મંદિરનો ફાઇલ ફોટો ((Photo by STR/AFP via Getty Images)

ઓડિશામાં પુરીના પ્રસિદ્ધ શ્રીજગન્નાથ મંદિરના ઓછામાં ઓછા ૩૫૧ પૂજારી અને ૫૩ કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મંદિરમાં કાર્ય કરતા કુલ ૪૦૪ જણનો કોવિડ-૧૯નો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું, એમ શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્ર (એસજેટીએ)ના સભ્ય અજય જેનાએ જણાવ્યું હતું.

મંદિરના મોટાભાગના કર્મચારીઓની ગેરહાજરી હોવા છતાં ભગવાન જગન્નાથની પારંપારિક રીતે સેવા કરવાનું ચાલુ જ છે. કોરોના મહામારી શરૂ થયા બાદ માર્ચ મહિનાથી જગન્નાથ મંદિર બંધ છે. કોરોનાનો ચેપ લાગ્યા બાદ કર્મચારીઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે અને હાલમાં જગન્નાથ ભગવાનની વિધિ-પૂજા કરવાનું જ્ઞાન હોય એવી વ્યક્તિઓનો અભાવ છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું. ભગવાન જગન્નાથ, દેવી સુભદ્ધા અને ભગવાન બાળભદ્રાની પાંરપારિક પૂજા કરવા માટે ઓછામાં ઓછા ૧૩ પૂજારીના ગ્રુપની જરૂર હોય છે. તેથી રોજના ૩૯ પૂજારીની પૂજા કરવા માટે જરૂર પડતી હોય છે.