મહારાષ્ટ્રના પૂણેમાં કેમિકલ ફેક્ટરમાં સોમવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા અને સંખ્યાબંધ લોકો લાપતા થયા હતા (PTI Photo)

મહારાષ્ટ્રના પૂણેમાં કેમિકલ ફેક્ટરમાં સોમવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા અને સંખ્યાબંધ લોકો ગુમ થયા હતા. કંપનીના સેનિટાઇઝર્સ બનાવતા યુનિટમાં આગ ફાટી નીકળી હતી. કંપનીના કર્મચારીના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 17 લોકો લાપતા બન્યાં છે.

આગને લીધે ફેક્ટરીમાં ફસાયેલી 37 પૈકી 18 કર્મચારીના મોત નિપજ્યાં હતા. ફેક્ટરીમાં હજુ પણ કેટલાક કર્મચારીઓ ફસાયેલા છે. ફેક્ટરમાંથી નિકળેલો ધૂમાડો આજુબાજુના વિસ્તારોમાં ફેલાઈ ગયો છે. આ કેમિકલ ફેક્ટરીમાં ક્લોરિન ડાયોક્સાઈડ બનાવવામાં આવતું હતું. કોરોના સંક્રમણ દરમિયાન સેનિટાઈઝરનું પ્રોડક્શન કરાઈ રહ્યું હતું. દુર્ઘટના પછી માલિક ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 6 ગાડીઓ અને કર્મચારીઓ પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સેનિટાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી.