જગજીત સિહ ચઢ્ઢા

ધ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશ્યલ રીસર્ચ (NIESR)ના ડિરેક્ટર અને ફાઇનાન્સીયલ માર્કેટ અને મોનેટરી પોલીસીના નિષ્ણાત જગજિત એસ.ચઢ્ઢાને ઇકોનોમિક્સ અને ઇકોનોમિક પોલીસી અંગે ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ બ્રિટીશ એમ્પાયયર (OBE)એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું છે.

તેમણે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે“કોવિડ-19 રોગચાળાના લાંબા પડછાયા બાદ પણ હું NIESRના કાર્ય સાથે, આપણા અર્થતંત્રની સમજ માટે અને સારી આર્થિક નીતિઓની સિદ્ધિ તરફ ફાળો આપી શક્યો છું અને તેનો મને આનંદ છે. જો આપણે નીતિ પર આર્થિક વિજ્ઞાનના પ્રભાવમાં સુધારો કરવાનું ચાલુ રાખીશું તો મને મારા કામનો અને અર્થશાસ્ત્રના સમુદાયના મારા સાથીઓ માટે ગર્વ થશે.’’

NIESRમાં જોડાતા પહેલા તેઓ કેન્ટ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ ખાતે અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા. તેમણે સેન્ટ એન્ડ્ર્યુઝ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર અને કેમ્બ્રિજની ક્લેર કૉલેજમાં ફેલો તરીકે, તેમજ બેન્ક ઑફ ઇંગ્લેન્ડમાં મોનેટરી પોલીસી માટે કાર્યરત હતા. તેમણે બીએનપી પરીબાસમાં ચીફ ક્વોન્ટિટેટિવ ​​ઇકોનોમિસ્ટ તરીકે અને મની, મેક્રો, ફાઇનાન્સ સ્ટડી ગ્રુપના અધ્યક્ષ તરીકેની સેવા આપી છે.

તેમણે હાઉસ ઑફ કૉમન્સ ટ્રેઝરી કમિટી, બેન્ક ઑફ ઇંગ્લેન્ડ, એચએમ ટ્રેઝરી, તેમજ ઘણી સેન્ટ્રલ બેંકોના સલાહકાર તરીકે કામ કર્યું છે. 2014-2018 દરમિયાન લંડનમાં ગ્રેશમ કોલેજમાં કોર્સ ઓફ મર્સર્સ મેમોરિયલ પ્રોફેસર હતા.