યુકેમાં આયોજિત બ્લેક લાઇવ્સ મેટરના વિરોધ બાદ ઘોષીત કરાયેલા રેસ કમિશનના વડા તરીકે આંતરરાષ્ટ્રીય શિક્ષણ સલાહકાર અને ગ્રાઉન્ડ બ્રેકિંગ ચેરીટી ‘જનરેટિંગ જીનિયસ’ના હેડ ટોની સીવેલની વરણી કરાઇ છે. તેમની ચેરીટી વંચિત અને વિવિધ વંશીય પૃષ્ઠભૂમિના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને STEM ક્ષેત્રે ઉજ્જવળ કારકીર્દિ બનાવવામાં મદદ કરે છે.

ડૉ. સીવેલ વર્લ્ડ બેંક અને કોમનવેલ્થ સેક્રેટરીએટમાં શિક્ષણના આંતરરાષ્ટ્રીય સલાહકાર રહ્યા છે. તેઓ યુથ જસ્ટિસ બોર્ડ ફોર ઇંગ્લેન્ડ અને વેલ્સના બોર્ડ સભ્ય છે. તેમને શિક્ષણમાં તેમના વિસ્તૃત કાર્ય માટે 2016માં સીબીઇ એનાયત કરાયો હતો.

આ આયોગ સ્વતંત્ર રહેશે અને તેમાં વિજ્ઞાન, શિક્ષણ, પ્રસારણ, અર્થશાસ્ત્ર, દવા, પોલીસિંગ અને સમુદાય સંગઠન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જ્યુનિપર ટીવીના સીઈઓ, બીબીસીના ભૂતપૂર્વ પત્રકાર અને ધ રનીમીડ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ ડૉ. સમીર શાહ સીબીઇ; યુનિવર્સિટી કોલેજ લંડનના સર્જરીના પ્રોફેસર, થ્રોમ્બોસિસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર, જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનના અધ્યક્ષ, કિંગ્સ ફંડના અધ્યક્ષ લોર્ડ અજય કક્કર; શાળાના ગવર્નર અને યુકેગોવ ચેટના સહ-સ્થાપક નૌરીન ખાલિદ; બિઝનેસમેન, મુસ્લિમ ફોર બ્રિટનના સહ-સ્થાપક, ગ્રેનફેલ ટાવર ટાસ્કફોર્સના સભ્ય અને વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ ઇન્ડીપેન્ડન્ટ એડવાઇઝરી જૂથના અધ્યક્ષ આફતાબ ચુગતાઇ એમબીઇનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તે ઉપરાંત ડૉ. મેગી એડિરીન-પોકૉક, એમબીઈ, કીથ ફ્રેઝર, ડૉ. ડામ્બિસા મોયો, માર્ટિન ઓલિવર, મર્સી મુરોકી અને વિન્ડરશ વર્કિંગ ગ્રુપની બેઠકોમાં જોડાવા માટે કુંલે ઓલુલોડ અને બ્લોંડેલ ક્લફ, સીબીઇને પણ સમાવાયા છે.

આ વર્ષના અંત સુધીમાં આરોગ્ય, શિક્ષણ, ક્રિમીનલ જસ્ટીસ અને રોજગારના અગ્રતા ક્ષેત્રો પર અહેવાલ આપવાનું કમિશન લક્ષ્ય રાખશે. આયોગનું કાર્ય વડા પ્રધાનને રિપોર્ટ કરશે.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે “આજે હું રેસ અને એથનિક ડીસ્પારીટીઝની માટે સ્વતંત્ર આયોગની સ્થાપના કરી રહ્યો છું. આ ક્રોસ-ગવર્નમેન્ટ કમિશન સમગ્ર વસ્તીમાં અસમાનતાની તપાસ કરશે. હું રોમાંચિત છું કે અમે દસ પ્રતિભાશાળી અને વૈવિધ્યસભર કમિશનરોના જૂથને એકઠા કર્યા છે, જે દરેક મહત્ત્વના ક્ષેત્રોમાંથી અનુભવનો સંપત્તિ લાવે છે.’’