America's fight against racial discrimination reaches Canada

બ્રિટિશ મેડિકલ એસોસિએશનની કાઉન્સિલના ચેરમેને બીબીસીને જણાવ્યું છે કે એનએચએસમાં વ્યાપક રંગભેદ છે.
ડો. ચાંદ નાગપૌલે એસોસિએશન દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણના જવાબમાં આ વાત જણાવી છે, જે ફક્ત બીબીસી ન્યૂઝને જણાવવામાં આવી છે.
સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, ઓછામાં ઓછા 75 ટકા વંશીય લઘુમતી ડોકટરોએ છેલ્લા બે વર્ષમાં એક કરતા વધુ વખત રંગભેદનો અનુભવ કર્યો હતો, જ્યારે 17.4 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ કામ પર નિયમિતપણે રંગભેદનો સામનો કરે છે. એનએચએસ ઈંગ્લેન્ડે જણાવ્યું હતું કે, તે રંગભેદ પ્રત્યે ‘ઝીરો ટોલરન્સ એપ્રોચ’ ધરાવે છે. ડો. નાગપૌલે ચેતવણી આપી હતી કે, રંગભેદ દર્દીઓ અને ડોકટરોની સુખાકારીને અસર કરે છે, પ્રતિભાશાળી લોકોને યોગ્ય રીતે પ્રગતિ કરતા અટકાવીને અને ડોકટરોના માનસિક આરોગ્યને અસર કરે છે. તેમણે બીબીસીને જણાવ્યું હતું કે, ‘એનએચએસ માટે કામ કરનાર કોઈપણ વ્યક્તિ સાથે યોગ્ય વ્યવહારનો આ નૈતિક અધિકાર છે.
ઓનલાઈન સર્વેક્ષણમાં બે હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો, તેમાં યુકેના તમામ મેડિકલ સેન્ટરના ડોકટર્સ ભાગ લઇ શકતા હતા. એનએચએસના 123,000 ડોકટરોમાંથી લગભગ 40 ટકા વંશીય લઘુમતી સમાજના છે, જે સામાન્ય વસ્તીની સરખામણીએ અંદાજે 13.8 ટકા છે.
પરંતુ આ વિવિધતા હોવા છતાં, ડોકટરોએ બીબીસીને કહ્યું કે સમગ્ર યુકેભરના એનએચએસ ટ્રસ્ટોમાં ‘અમારી વિરુદ્ધ તેમની’ સંસ્કૃતિ જોવા મળી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમને સાથીદારો તરફથી બનાવટી અથવા અયોગ્ય ફરિયાદો, સીનિયર અધિકારીઓની રંગભેદી ટિપ્પણીઓ અને હોસ્પિટલ કે ઓફિસમાં શારીરિક હુમલોનો સામનો કરવો પડ્યો હતો. કેટલાકે કહ્યું હતું કે, તેમણે ફરિયાદો કરવાનો પ્રયાસ કર્યો હતો જેને પછી અવગણવામાં આવી હતી અથવા તપાસ કર્યા વગર કાઢી નાખવામાં આવી હતી. એસોસિએશનના જણાવ્યા અનુસાર, 70 ટકાથી વધુ લોકોએ કામના સ્થળે રંગભેદનો સામનો કર્યો હતો, પરંતુ તેમણે ક્યારેય તેના અંગે ફરિયાદ કરી ન હતી. અશ્વેત આફ્રિકન સમાજના એક કન્સલ્ટન્ટે એસોસિએશનને જણાવ્યું હતું કે, અગાઉની ઘટનાઓની જાણ કર્યા પછી ‘કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા… હું બદલો લેવા માટે અસ્વસ્થતા અનુભવું છું અને ચિંતિત છું.’ સર્વેના જવાબમાં, એનએચએસ મેડિકલ ડાયરેક્ટર ઓફ પ્રાઈમરી કેર ડો. નિક્કી કનાણીએ જણાવ્યું હતું કે, રંગભેદ અને કોઈપણ પ્રકારનો ભેદભાવ ‘કોઈપણ વ્યક્તિ દ્વારા સહન ન કરવો જોઈએ’.
‘જ્યારે અમારો તાજેતરનો સમાનતા રીપોર્ટ (2020માં) દર્શાવવામાં આવ્યું છે કે, NHSના કેટલાક ક્ષેત્રોમાં અમે પ્રગતિ કરી છે, તે કોઈપણ વ્યક્તિ માટે કામ પર રંગભેદ, ભેદભાવ અથવા પૂર્વગ્રહનો અનુભવ કરવો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે, અને NHS સંસ્થાઓએ ઝીરો ટોલરન્સ એપ્રોચ રાખવાનું જાળવી રાખવું જોઈએ.