નેસ્લે દ્વારા તેની ન્યુકાસલ નજીકની એક ફેક્ટરી બંધ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હોવાથી ફ્રુટ પેસ્ટિલ્લ્સનું ચેક રિપબ્લિકમાં અને ટોફી ક્રિસ્પ બાર્સનું ઉત્પાદન પોલેન્ડમાં કરવામાં આવશે.
આ અંગે GMB ટ્રેડ યુનિયને જણાવ્યું હતું કે, વર્ષ 1958થી ચોકલેટ બનાવતી ફોડન ખાતેની આ ફેક્ટરી નફો કરતી હતી અને તેનું વર્ષ 2023થી કન્ફેક્શનરી ઉત્પાદનને ઓફશોર ખસેડવાનું આયોજન છે, તેથી 474 લોકો બેકાર થશે અને ‘અસ્વીકાર્ય’ હતું. GMBના નેશનલ ઓફિસર રોસ મર્ડોકે જણાવ્યું હતું કે, ‘આ ફેકટરી બંધ થશે તેના કર્મચારીઓ અને તેમના પરિવારો પર ખરાબ અસર પડશે.’ આ દરમિયાન, યુરોપની સાઇટ્સમાંથી તૈયાર ઉત્પાદનનું યુકેમાં આવવાથી તેના માર્ગ અને દરિયાઇ પરિવહનમાં નોંધપાત્ર વધારો થશે અને તેના કારણે પ્રદૂષણ અને પર્યાવરણીય નુકસાન પણ વધશે. યુકેમાં આ ઉત્પાદનનો વધુ વપરાશ થાય છે. ‘GMB અને યુનાઈટ હવે ફોડનમાં સભ્યો સાથે ચર્ચા કરશે અને તેઓ આગળ શું કરવા ઇચ્છે છે તે અંગે જાણશે. અમે તેમને આ લડત માટે જે પણ મદદ અને સંસાધનોની જરૂર પડશે તે આપીશું.’
નેસ્લેના પ્રસ્તાવો અંતર્ગત, ફ્રૂટ પેસ્ટિલ્સ અને જેલી ટોટ્સનું ઉત્પાદન ચેક રિપબ્લિકમાં થશે અને ટોફી ક્રિસ્પ બાર્સ પોલેન્ડમાં બનશે, જ્યારે કિટ કેટ અને મિલ્કીબાર જેવી બ્રાન્ડ્સના મિની એગ વર્ઝનનું ઉત્પાદન બલ્ગેરિયામાં કરવામાં આવશે. જીએમબીએ જણાવ્યું હતું કે, તેણે સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલી વૈકલ્પિક યોજનાઓ રજૂ કરી હતી પરંતુ નેસ્લે દ્વારા તેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.
ફોડન સાઇટને બચાવવા માટે દરમિયાનગીરી કરવા બોરિસ જોન્સનને ગત વર્ષે વિનંતી કરવામાં આવી હતી, જેણે 1958માં રાઉનટ્રી માટે ચોકલેટનું ઉત્પાદન શરૂ કર્યું હતું. બ્રિટિશ કન્ફેક્શનરી કંપનીને વર્ષ 1988માં સ્વિસત્ઝર્લેન્ડસ્થિત નેસ્લે દ્વારા ખરીદવામાં આવી હતી. નેસ્લેના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે, ‘એપ્રિલ 2021માં અમે જે ફેરફારોનો પ્રસ્તાવો મુક્યા હતા તેના અંગે ચર્ચા હજુ થઇ રહી છે.