(Photo by Tony Marshall/Getty Images)

ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ સુકાની અને ‘ધ વોલ’ તરીકે જાણીતો બેટ્સમેન રાહુલ દ્રવિડ ટીમનો નવો હેડ કોચ નિમાયો છે. તાજેતરમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટીએ રાહુલ દ્રવિડને સર્વસંમતિથી હેડ કોચ તરીકે પસંદ કર્યો હતો. ટી-20 વર્લ્ડ કપ પછી રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પુરો થાય છે અને હવે ટીમ રાહુલ દ્રવિડના માર્ગદર્શનમાં આગળ વધશે. ભારત-ન્યૂઝીલેન્ડ સીરીઝથી રાહુલ દ્રવિડ પોતાની નવી જવાબદારી સંભાળશે.

ટીમ ઇન્ડિયાના હેડ કોચ નિમાયા પછી રાહુલ દ્રવિડે કહ્યું કે ટીમ ઇન્ડિયાનો કોચ બની ગર્વ અનુભવી રહ્યો છું. રવિ શાસ્ત્રીની આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયાએ ઘણો સારો દેખાવ કર્યો છે, તેને હું આગળ વધારવાનો પ્રયાસ કરીશ. મે કેટલાય ખેલાડીઓ સાથે ઇન્ડિયા-એ, અંડર-19 અને NCAમાં કામ કર્યું છે, તેમની સાથે આ સ્તરે પણ કામ કરવામાં મજા આવશે. આગામી બે વર્ષમાં મોટી ઇવેન્ટ આવી રહી છે, તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સાથે મળી અમે ગોલ પુરો કરીશું.