Unseasonal rains in Ahmedabad, North Gujarat and Kutch: One dead due to lightning

જૂનાગઢ જિલ્લામાં મંગળવારની રાત્રીથી તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડતાં ખેડૂતો સહિત તમામ લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. જિલ્લામાં 1ખી 9 ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદે એક જ દિવસમાં જિલ્લાના લગભગ તમામ નદી નાળા છલકાવી દીધા હતા. ગીરમાં ધોધમાર વરસાદને પગલે હિરણ નદીમાં આ ચોમાસામાં પહેલીવાર નીર વહેતા થતાં વેરાવળ તલાળાની જીવાદોરી ગણાતા હિરણ-2 ડેમમાં નવા પાણીની આવક શરું થઈ હતી.

મંગળવારની રાત્રિથી સતત વરસી રહેલા વરસાદને કારણે ખેતીના પાકોને નવજીવન મળ્યા હતા. ગત રાત્રિથી આજે સવારે 10 વાગ્‍યા સુધીમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ માંગરોળમાં 127 મિમી (9 ઇંચ) અને માળિયાહાટીનામાં 162 મિમી (6.5 ઇંચ) વરસાદ વરસ્‍યો હતો, જ્યારે બાકીના સાત તાલુકામાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જન્માષ્ટમીના દિવસથી મેઘરાજા મહેરબાન થયા હોય તેમ સમગ્ર ગુજરાતમાં સતત વરસી રહ્યા છે. સૌરાષ્ટ્રના પણ મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.

જિલ્લાના માંગરોળ પંથકમાં રાત્રિના 2થી સવારે 10 વાગ્‍યા એટલે કે 8 કલાકમાં 227 મિમી (9 ઇંચ) વરસાદ વરસતાં બારેમેઘ ખાંગા જેવી સ્‍થ‍િતિ સર્જાઈ હતી. માંગરોળ શહેર અને પંથકના નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાવા લાગ્‍યા હતા. જિલ્લાના માળિયાહાટીના પંથકમાં પણ 8 કલાકમાં 169 મિમી (6.5 ઇંચ) વરસાદ વરસી ગયો હતો. માળિયાહાટીના વિસ્‍તારમાં સતત વરસી રહેલા વરસાદને પગલે પાણીની મબલક આવકને પગલે તાલુકાની વ્રજમી નદીમાં ઘોડાપૂર આવ્‍યું હતું.

તાલાલામાં ભારે વરસાદને પગલે તાલાલા-ગડુને જોડતા પુલ પર પાણી ફરી વળ્યા હતા. ગીરમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. વેરાવળ-તાલાળાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી કપિલા નદીમાં પણ પૂર આવ્યું હતા.