બોલિવુડ એક્ટ્રેસ મંદિરા બેદી તેમના ફિલ્મ નિર્દેશક પતિ રાજ કૌશલ તથા પુત્ર વીરની ઓક્ટોબર 2013ની ફાઇલ તસવીર (Photo by STR/AFP via Getty Images)

બોલિવુડ એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ અને ફિલ્મ નિર્દેશક રાજ કૌશલનું બુધવારે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેમની ઉંમર 49 વર્ષ હતી. મંદિરા બેદીના પરિવારના અંગત મિત્ર જીત સલ્વાણીએ આ દુઃખદ વાતને પુષ્ટિ આપી હતી.

જીત સલ્વાણીએ કહ્યું હતું “વહેલી સવારે હૃદય રોગનો હુમલો આવતાં તેમનું નિધન થયું છે.” રાજ કૌશલે ‘પ્યાર મેં કભી કભી’ અને ‘શાદી કા લડ્ડુ’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. આ ઉપરાંત રાજ કૌશલે જાહેરાતો પણ ડાયરેક્ટ કરી હતી. ગત વર્ષે જુલાઈ મહિનામાં મંદિરા અને રાજ કૌશલે 4 વર્ષની દીકરી તારાને દત્તક લીધી હતી. રાજ કૌશલ પ્રોડ્યુસર અને સ્ટંટ ડિરેક્ટર હતા. તેમણે કરિયરની શરૂઆત એક્ટર તરીકે કરી હતી. રાજ કૌશલની અચાનક વિદાયથી બોલિવૂડ સેલેબ્સે શોક વ્યક્ત કર્યો કર્યો હતો.મંદિરા અને રાજનો એક દીકરો છે જેનું નામ વીર છે. મંદિરા અને રાજે 1999માં લગ્ન કર્યા હતા.