IMAGE VIA INSTAGRAM (rakulpreet) Goa: Actors Jackky Bhagnani and Rakul Preet Singh during their wedding ceremony, in Goa, Wednesday, Feb. 21, 2024. (PTI Photo)

વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બોલિવૂડ એક્ટર રકુલ પ્રીત સિંહ અને એક્ટર-ફિલ્મ નિર્માતા જેકી ભગનાની આખરે બુધવારે ગોવામાં લગ્નબંધનમાં બંધાઈ ગયા હતા. બંનેએ સવારે શીખ પરંપરા મુજબ લગ્ન કર્યા હતા. બાદમાં સાંજે તેઓએ સિંધી પરંપરા મુજબ લગ્ન કર્યા હતા.

નવ દંપતીએ પોતપોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર આ અંગેની પોસ્ટ શેર કરી હતી. નવદંપતી માટે અભિનંદનનો વરસાદ થયો હતો. પત્ની નતાશા દલાલ સાથે લગ્નમાં હાજરી આપનાર વરુણ ધવને તેમને “અભિનંદન આપ્યાં હતા. રિતેશ દેશમુખ,

રકુલ પ્રીત સિંહ અને જેકીના ગોવા લગ્નમાં સ્ટારનો જમાવડો થયો હતો. શાહિદ કપૂર અને મીરા રાજપૂત, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા,  અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા, પત્ની તાહિરા કશ્યપ સાથે આયુષ્માન ખુરાના, બહેનો ભૂમિ અને સમીક્ષા પેડનેકર અને એશા દેઓલે લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. સંગીતના વાયરલ વીડિયોમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી તેમના દિલથી ડાન્સ કરતા જોઈ શકાય છે.

LEAVE A REPLY

thirteen − two =