બુધવારે મુંબઈમાં તેમની આગામી ફિલ્મ 'નીયત'ના પ્રમોશન દરમિયાન બોલિવૂડ અભિનેતા રામ કપૂર, રાહુલ બોઝ અને અન્ય લોકો ફોટો માટે પોઝ આપી રહ્યા છે. (એએનઆઈ ફોટો)

રામ કપૂર તેમની નવી લોકપ્રિય વેબસીરિઝ ‘મિસ્ત્રી’ લઈને આવી રહ્યા છે. એડવેન્ચરથી ભરપૂર આ સીરિઝમાં તેઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ વેબસીરિઝમાં ક્રાઇમ-થ્રિલર સ્ટોર રજૂ કરવામાં આવશે. આ સીરિઝ આ મહિનાના અંતમાં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે.

નિર્માતાઓએ સીરિઝનું 46 સેકન્ડનું ટીઝર તાજેતરમાં રિલીઝ કર્યું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. ટીઝરમાં, રામ કપૂર અરમાન ‘મિસ્ત્રી’ ના પાત્રમાં જોવા મળી રહ્યા છે. તે પોતાની ચાલાકી અને પોતાના અલગ અંદાજથી લોકોને ખૂબ હસાવતા જોવા મળી રહ્યા છે. આ સીરિઝ 27 જૂનના રોજ જિયો હોટસ્ટાર પર દર્શાવવામાં આવશે. રીષભ સેઠ દ્વારા દિગ્દર્શિત આ સીરિઝ અનેક એવોર્ડ વિજેતા યુએસ સિરીઝ મોંકનું ભારતીય વર્ઝન છે. જેમાં રામ કપૂરની સાથે મોના સિંહ નીડર સેહમત સિદ્દિકીની ભૂમિકામાં છે. શિખા તલસાણિયા અને ક્ષિતિશ દવે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

આ સીરિઝના નિર્માતા ગ્રુપના સીઈઓ દીપક ધરે જણાવ્યું હતું કે, ‘અમે હંમેશાં એવી કહાનીમાં વિશ્વાસ રાખીએ છીએ જે મનોરંજન કરવા સાથે જૂની વ્યવસ્થાને પડકારે પણ છે. મિસ્ત્રી તે ધ્યેયનું ઉત્તમ પ્રતિબિંબ છે. સીરિઝમાં તે તમામ બાબતો જોવા મળશે. આ પાત્ર પ્રેરિત શો પણ છે અને અમે રામ દ્વારા ઉત્તમ અભિનિત મુખ્ય પાત્ર મિસ્ત્રીને ઉત્તમ બનાવવા માટે કોઈ કસર બાકી રાખી નથી. અમે જિયોહોટસ્ટાર પર તેની રિલીઝ માટે ઉત્સુક છીએ.’

આ સીરિઝ અંગે દિગ્દર્શક ઋષભ સેઠે જણાવ્યું હતું કે, ‘મિસ્ત્રીમાં અનોખો અને પરિપૂર્ણ અનુભવ મળ્યો છે. હું જોડાયો ત્યારથી દિગ્દર્શન કરવા માટે ઉત્સુક હતો, કારણ કે આ રસપ્રદ સીરિઝ છે અને પાત્ર વધુ રસપ્રદ છે. રામે અરમાન મિસ્ત્રીના અમારા ધ્યેયને સંપૂર્ણ ન્યાય આપ્યો છે અને બાકી કલાકારો મોના, શિખા, ક્ષિતિશે એકંદર કહાનીમાં વધુ મૂલ્ય ઉમેર્યું છે.’

શોમાં અરમાન મિસ્ત્રીની ભૂમિકા ભજવવા વિશે રોમાંચ વ્યક્ત કરતાં રામ કપૂર કહે છે, ‘અરમાન મિસ્ત્રી મેં અગાઉ ભજવ્યાં તેનાથી અલગ પાત્ર છે. શૂટિંગમાં મિસ્ત્રીનો સંપૂર્ણ અનુભવ રોમાંચક છે, જેણે આ પાત્રમાં મને ઊંડાણમાં લઈ જવામાં મદદ કરી છે. આ પાત્ર મારા દિલથી બહુ નજીક છે અને જે રીતે મેં ભૂમિકા ભજવી છે તેનાથી હું રોમાંચિત છું. હવે દર્શકો અને મારા ચાહકો જિયો હોટસ્ટાર પર મિસ્ત્રી તરીકે મને જુએ તેની ઉત્સુકતા છે.’

LEAVE A REPLY