(Photo by Kevin Winter/Getty Images)

બહુજન સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતી વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરવા બાદ બોલિવૂડ અભિનેતા રણદીપ હૂડાની યુએન એમ્બેસેડર તરીકે હકાલપટ્ટી કરવામાં આવી છે. 43 વર્ષીય રણદીપ હૂડા યુનાઇટેડ નેશન્સની પર્યાવરણીય સંધી કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પેસિસ ઓફ વાઇલ્ડ એનિમલ (CMS)ના એમ્બેસેડર હતા.

માયાવતીની મજાક ઉડાવતો નવ વર્ષ જૂનો વિડિયો મંગળવારે વાઇરલ બન્યા પછી હૂડાની વ્યાપક ટીકા થઈ રહી છે અને કેટલાંક લોકોએ તેની ધરપકડ કરવાની પણ માગણી કરી છે. CMSએ પોતાની વેબસાઇટ પર જારી કરેલા નિવેદન મુજબ સંગઠન આ વિડિયોની ટીપ્પણીને અપમાનજનક ગણે છે અને હૂડા તેમના માટે હવે એમ્બેસેડર તરીકે કામ કરશે નહીં. રણદીપ હૂડાને ફેબ્રુઆરી 2020માં ત્રણ વર્ષ માટે માઇગ્રેટરી સ્પેસિસ માટેની સીએમએસ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો.