નર્મદા જિલ્લાના એકતાનગરમાં ૧૧ જાન્યુઆરી, રવિવારના રોજ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬” સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-૧ ખાતે યોજાનાર છે. જેના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને સોંપાયેલી કામગીરી યોગ્ય રીતે થાય, વિદેશમાંથી આવતા પતંગબાજોની સુરક્ષા સાથે પ્રોટોકોલ જળવાય રહે તેની કાળજી રાખવા અને પતંગોત્સવ ખરેખર મહોત્સવ બની રહે તે જોવા સૌને પોત પોતાની ફરજ અદા કરવા તેમજ આ મહોત્સવ કાર્યક્રમમાં કાયદા વ્યવસ્થાની જાળવણી, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, વીજ પુરવઠો જળવાઈ રહે, આરોગ્ય ટીમ હાજર રાખવા જણાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાનો અદભૂત અવસર સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓ અને જિલ્લાના નાગરિકોને લાભ લેવાની સોનેરી તક મળી રહેશે.













