(ANI Photo)

બોલિવૂડ અભિનેત્રી એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના એક ડીપ ફેક વીડિયોથી ચકચાર મચી હતી. તેનાથી ભારતના આઇટી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ખોટી માહિતી સામે લડવા માટે તેમની કાનૂની જવાબદારીઓની યાદ અપાવી હતી.

વાયરલ થયેલા આ વીડિયોમાં કથિત રીતે રશ્મિકા એકદમ બોલ્ડ અંદાજમાં એક લિફ્ટમાં પ્રવેશતી જોવા મળે છે. મોટા ભાગના લોકોને રશ્મિકાનો આ અંદાજ જોઈને આશ્ચર્ય થયું હતું. પરંતુ હકીકત કંઈક અલગ જ હતી. વીડિયોમાં મૂળ રીતે બ્રિટિશ ઇન્ડિયન ઇન્ફ્લએન્સર ઝારા પટેલને દર્શાવવામાં આવી હતી. પરંતુ તેનો ચહેરો બદલીને રશ્મિકા મંદાનાનો મૂકવામાં આવ્યો હતો. કથિત વીડિયો ક્લિપમાં જે છોકરી જોવા મળે છે તે રશ્મિકા નહીં પણ ઝારા પટેલ છે. ઝારાના બોડીનું સ્ટ્રક્ચર રશ્મિકાને મળતું આવે છે તેથી કોઈએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદ લઈને ઝારા પટેલના ચહેરા પર રશ્મિકાનો ચહેરો લગાવી દીધો છે.

આ ઘટનાથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે ચિંતા ઊભી થઈ છે. કોઈ પણ વ્યક્તિના ગમે તેવા ફોટો કે વીડિયો બનાવી શકાય છે.

અમિતાભ બચ્ચન આ મામલે કાનૂની કાર્યવાહી કરવાની માગણી કરી હતી. આ નાનકડા વીડિયોની શરૂઆતની પહેલી સેકન્ડમાં જ જોઈ શકાય છે કે ઝારા પટેલનો ચહેરો અચાનક રશ્મિકાના ચહેરામાં બદલાઈ જાય છે. કોઈ પણ વ્યક્તિના ડીપફેક વીડિયો બનાવીને ગમે તેવા સ્વરૂપમાં રજૂ કરવાની છૂટ ન હોવી જોઈએ. આ બાબત લીગલ અને રેગ્યુલેટરી ફ્રેમવર્ક માટે ચેલેન્જ છે.

ઝારા પટેલ એ બ્રિટિશ ભારતીય યુવતી છે અને તે ઈન્સ્ટાગ્રામ પર 4.15 લાખથી વધારે ફોલોઅર ધરાવે છે. તેણે 9 ઓક્ટોબરે પોતાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો જે ઓરિજિનલ છે. તમે બંને વીડિયોને સરખાવશો તો સમજી શકાશે કે ઝારાના ચહેરા પર રશ્મિકાનો ચહેરો લગાવીને એક ફેક વીડિયો બનાવવામાં આવ્યો છે. ઝારા પટેલ સોશિયલ મીડિયા પર અત્યંત બોલ્ડ કહી શકાય તેવું કન્ટેન્ટ મૂકવા માટે જાણીતી છે. રશ્મિકા મંદાના બહુ મોટી સ્ટાર છે અને તેની એક અલગ ઈમેજ છે.

LEAVE A REPLY

thirteen + 7 =