(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

રવીના ટંડનના ચાહકો માટે એક સમાચાર છે. તે હવે ફરીથી વેબસીરિઝના પડદે જોવા મળશે. વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર તેનો વેબ-શો ‘અરણ્યક’ પ્રદર્શિત થવાનો છે. આ શો દ્વારા તે ડિજિટલ પ્લેટફૉર્મ પર પદાર્પણ કરી રહી છે. આ શોમાં તેની સાથે આશુતોષ રાણા અને પરમબ્રતા ચેટરજી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રવીના પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. તે હિમાલયના ગાઢ જંગલમાં એક છોકરીને શોધવા જાય છે એ દરમ્યાન તેને હાડપિંજરો મળી આવે છે. આ શોનું ટીઝર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને રવીનાએ કેપ્શન આપ્યું છે કે, ‘અંખિયોં સે ગોલી મારને ફિર સે આ રહી હૂં મૈં. જોકે આ વખતે એક મિસ્ટ્રી-થ્રિલર ‘અરણ્યક’માં હું જોવા મળીશ.’