Kapil Sharma tried his luck in music videos as a singer
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

જાણીતો કોમેડી શો- ધ કપિલ શર્મા શોના પ્રોડ્યુસર્સ સામે એક એપિસોડને કારણે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં શોના કલાકારો કોર્ટરૂમના સીનમાં દારૂ પીતા બતાવવામાં આવ્યા હતા. ફરિયાદીએ કોમેડી શોના નિર્માતાઓ પર કોર્ટનો અનાદર કરવાનો આરોપ મુક્યો છે. સુરેશ ધાક્કડ નામના વકીલ દ્વારા તાજેતરમાં મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાની સેશન્સ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમણે દાવો કર્યો હતો કે 21 એપ્રિલે સોની ટીવી પર આ ‘વાંધાજનક દૃશ્યો’ સાથેનો એપિસોડ પ્રસારિત થયો હતો.

ધાક્કડના જણાવ્યા અનુસાર, શોના એન્કર કપિલ શર્મા અને સોની ટીવી ડાયરેક્ટર એમપી સિંહ વિરુદ્ધ IT એક્ટ અને એક્સાઇઝ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વકીલે જણાવ્યું હતું કે, ‘કોર્ટરૂમના દૃશ્યમાં, કલાકાર દારૂની બોટલ સાથે સ્ટેજ પર આવે છે અને અન્ય લોકોને તે પીવાનું કહે છે. આ દ્રશ્ય કોર્ટની ગરિમાનું ઉલ્લંઘન કરે છે. તેમાં વૈધાનિક ચેતવણી પણ દર્શાવવી જોઈએ, જે તેણે કરી ન નથી.”

ધાક્કડે દાવો કર્યો હતો કે ભૂતકાળમાં પણ, કોમેડી શોમાં મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ અને અપમાનજનક સામગ્રી દર્શાવવામાં આવી હતી. તેણે દાવો કર્યો હતો કે તેણે શોના નિર્માતાઓ સામે કેસ નોંધવા માટે કલેક્ટર અને પોલીસ અધિક્ષકનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ ફાયદો થયો ન હતો.