મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 20 નવે્બરથી ગુજરાતના જામનગરમાં તેની નિકાસલક્ષી રિફાઇનરીમાં રશિયન ક્રૂડનો ઉપયોગ બંધ કરી દીધો છે. કંપનીએ યુરોપિયન યુનિયનના પ્રતિબંધોનું પાલન કરવા આ નિર્ણય કર્યો છે. રિલાયન્સ ભારતમાં રશિયન તેલની સૌથી મોટી ખરીદદાર કંપની છે, કંપની જામનગર રિફાઇનરીમાં ક્રૂડ ઓઇલને રિફાઇનિંગ કરીને પેટ્રોલ ડિઝલ જેવી પેટ્રો પેદાશોનું ઉત્પાદન કરે છે તથા યુરોપ સહિતના દેશોમાં નિકાસ કરે છે.
જામનગર સંકુલમાં બે રિફાઇનરી છે. SEZ યુનિટથી યુરોપિયન યુનિયન, યુએસ અને અન્ય બજારોમાં ઇંધણ નિકાસ કરવામાં આવે છે અને એક જૂનું યુનિટ સ્થાનિક બજારની માગ પૂરી કરે છે.
પેટ્રો પેદાશો માટે યુરોપિયન યુનિયન રિલાયન્સ માટે મોટું માર્કેટ છે. યુરોપિયન યુનિયને રશિયાની ઉર્જા આવકને બંધ કરવા માટે વ્યાપક પ્રતિબંધો લાદેલા છે. રશિયન ક્રૂડ ઓઇલમાંથી ઉત્પાદિત ઇંધણની આયાત અને વેચાણને પ્રતિબંધિત કરવાના પગલાંનો સમાવેશ થાય છે.આ આ પ્રતિબંધોનું પાલન કરવા માટે, રિલાયન્સે તેની ઓન્લી-ફોર-એક્સપોર્ટ્સ (SEZ) રિફાઇનરીમાં રશિયન ક્રૂડ ઓઇલનું પ્રોસેસિંગ બંધ કરી દીધું છે.
કંપનીના પ્રવક્તાએ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે 20 નવેમ્બરથી અમારી SEZ રિફાઇનરીમાં રશિયન ક્રૂડ ઓઇલની આયાત બંધ કરી દીધી છે.કોઈપણ મોટા ઔદ્યોગિક કારખાનાની જેમ રિફાઇનરીમાં કાચા માલ (ક્રૂડ ઓઇલ)નો કેટલાંક સ્ટોક છે. જેને તે હાલમાં પ્રોસેસ કરી રહી છે અને ઇંધણમાં રૂપાંતરિત કરી રહી છે. એકવાર જૂનો સ્ટોક સમાપ્ત થઈ જાય, પછી નવી પ્રોડક્ટ્સ ફક્ત બિન-રશિયન તેલમાંથી જ બનાવવામાં આવશે.૧ ડિસેમ્બરથી, SEZ રિફાઇનરીમાંથી થતી બધી પ્રોડક્ટ નિકાસ બિન-રશિયન ક્રૂડ ઓઇલમાંથી મેળવવામાં આવશે














