પોતાના પક્ષમાં જ પુરતું સમર્થન મળતું નહીં જણાતા અમેરિકન કોંગ્રેસના સ્પીકરપદ માટેની સ્પર્ધામાંથી સ્ટીવ સ્કેલાઈઝે ખસી જવાની જાહેરાત ગુરૂવારે કરી હતી. રીપબ્લિકન્સની આ આંતરિક ખેંચતાણના કારણે પ્રતિનિધિગૃહની કામગીરી ખોરવાઈ ગઈ છે અને અમેરિકાની સંસદ વધુ ઘેરી કટોકટીમાં ધકેલાઈ ગઈ છે. 

સ્પીકર કેવિન મેક્કાર્થીની હકાલપટ્ટી પછી ગયા સપ્તાહે બુધવારે સ્કેલાઈઝ રીપબ્લિકન્સના ગુપ્ત આંતરિક મતદાનમાં પાતળા માર્જીનથી વિજેતા રહ્યા હતા, પણ એના થોડા કલાકોમાં જ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ હતી કે પોતાના જ પક્ષમાં સ્કેલાઈઝ માટે પુરતું સમર્થન નહોતું અને એ સંજોગોમાં સ્પીકરપદ માટે કુલ 217 સાંસદોનું સમર્થન તેઓ પ્રાપ્ત કરી શકવાની સ્થિતિમાં નહોતા. તેના પોતાના પક્ષના જ કેટલાય સાંસદોએ ખુલ્લેઆમ કહ્યું હતું કે તેઓ સ્કેલાઈઝને મત નહીં આપે. આથી, પોતે સ્પર્ધામાંથી ખસી જવાની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, નેતૃત્ત્વ માટે અત્યારસુધીની યાત્રા જ યાદગાર બની રહી છે અને હજી તો મંઝિલ ઘણી દૂર છે ત્યારે મારે મારા સાથીઓને જણાવવાનું કે સ્પીકરપદ માટેની સ્પર્ધામાંથી હું ઉમેદાવારી પાછી ખેંચી રહ્યો છું.

LEAVE A REPLY

4 × two =