Sunak Couple Temple Visit

હિંદુ ધર્મ પાળતા વડા પ્રધાન ઋષિ સુનક દર સોમવારે ઉપવાસ કરે છે. આ માટે ચુસ્ત હિન્દુ પરંપરા મુજબ રવિવારે સૂર્યાસ્ત પહેલા એટલે કે સાંજે 5 વાગ્યા પછી જમતા નથી અને સોમવારે આખો દિવસ અન્નનો દાણો પેટમાં નાંખ્યા વગર મંગળવારે સુર્યોદયના સમયે એટલે કે સવારે પાંચ વાગ્યા પછી જ અન્નનો દાણો પોતાના મોઢામાં મુકે છે. તેઓ સોમવારે ઉપવાસ દરમિયાન માત્ર પાણી, ચા અથવા બ્લેક કોફી જ લે છે.

પહેલેથી તીવ્ર સાયકલિંગ વર્કઆઉટ્સ માટે જાણીતા સુનકનો એકમાત્ર શોખ ઉચ્ચ-ફ્રુક્ટોઝ કોર્ન સિરપને બદલે શેરડીની ખાંડ વડે બનાવવામાં આવેલી મેક્સિકન કોકા-કોલા પીવાનો છે. વડા પ્રધાનના મિત્રોનું કહેવું છે કે તેઓ અતિ શિસ્તબદ્ધ છે અને જોરદાર આત્મ-નિયંત્રણ ધરાવે છે. તેમના જીવન અને કાર્યના તમામ પાસાઓમાં જે શિસ્ત, ધ્યાન અને નિશ્ચય દર્શાવે છે તેનું વાસ્તવિક પ્રમાણ આ ઉપવાસ છે.”

હિન્દુ અને જૈન ધર્મમાં હજ્જારો વર્ષથી ઉપવાસની જે પધ્ધતિ ચાલી આવે છે તે ઉપવાસ પધ્ધતિ મુજબ આજના આધુનિક યુગમાં લોકો ‘ઇન્ટરમીટન ફાસ્ટ’ કરે છે. તે ટેકનિક લોકોને તેમની કેલરીની માત્રામાં ઘટાડો કરીને અને કેટોસિસને પ્રેરિત કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં અઠવાડિયામાં એકવાર 36 કલાક માટે માત્ર પાણી અને અન્ય કેલરી-મુક્ત પીણાં, જેમ કે બ્લેક કોફી અને ચા પીવાની છૂટ હોય છે. દાવો કરાય છે કે તેનાથી આયુષ્ય અને રોગપ્રતિકારક શક્તિ વધે છે તથા કેન્સરનું જોખમ ઘટે છે. આવા ઉપવાસ ઓક્સિડેટીવ તણાવ સામે શરીરના સંરક્ષણમાં અને રોગ પ્રતિકાર શક્તિમાં વધારો કરી શકે છે.

અમેરિકન ન્યુટ્રિશન એક્સપર્ટ ડૉ. મિન્ડી પેલ્ઝનો દાવો છે કે મહિનામાં એકવાર 36 કલાકનો ઉપવાસ પેટની હઠીલી ચરબીને દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આ ઉપવાસ શરીરમાં સંગ્રહિત ગ્લુકોઝ અથવા સુગરને બાળવા માટે દબાણ કરે છે અને શરીરની ચયાપચય ક્રિયાને બદલી નાખે છે. જેથી “ઊર્જા માટે સંગ્રહ થયેલ ચરબીમાંથી ફેટી એસિડ્સ બર્ન કરવાનું શરૂ કરે છે.

LEAVE A REPLY

eighteen + nine =