Does not consider Britain a racist country: Rishi Sunak
(Photo by Hannah McKay-Pool/Getty Images)

તાજેતરના એક સર્વેમાં બુકીઓનું કહેવું છે કે ભારતીય મૂળના ચાન્સેલર ઋષિ સુનક વડા પ્રધાન પદ માટે શ્રેષ્ઠ મત મેળવી રહ્યા છે. શ્રી સુનક અને શ્રીમતી ટ્રસને વડા પ્રધાન સામેના કોઈપણ પડકાર માટે અગ્રેસર તરીકે જોવામાં આવે છે.

બોરિસ જૉન્સન પછી આગામી પીએમ કોણ હોઈ શકે છે તેના ર ગેમ્બલીંગ કંપનીઓએ પોતાની બુક્સ ખોલી છે. જેમાં અત્યાર સુધી ઋષિ સુનક સૌની મનપસંદ છે. પરંતુ અન્ય ઉમેદવારો પણ લાઇનમાં છે.  ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસને પણ સુનકની જેમ ટોરી ગ્રાસરૂટમાં ઉચ્ચ સમર્થન મળે છે. તેઓ કન્ઝર્વેટિવ સાંસદોનું સમર્થન જીતવા માટે ‘ફિઝ વિથ લિઝ’ બેઠકો યોજી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

ભૂતપૂર્વ ફોરેન સેક્રેટરી જેરેમી હંટે સંભવિત રીતે ટોરી નેતૃત્વ માટે લડવાનો સંકેત આપ્યો હતો. શ્રી જૉન્સને જ્યારે 2019માં નેતૃત્વની રેસ જીતી હતી ત્યારે હન્ટ તેમની સામે સૌથી મજબૂત પ્રતિસ્પર્ધી હતા.

મુખ્ય આંક આ મુજબ છે.

ઋષિ સુનક – 6/4; લિઝ ટ્રસ – 4/1; કેર સ્ટાર્મર – 8/1; જેરેમી હન્ટ – 13/2; માઈકલ ગોવ – 12/1; ટોમ ટુગેન્ધાત – 16/1; સાજીદ જાવિદ – 16/1; પેની મોર્ડાઉન્ટ – 14/1; ડોમિનિક રાબ – 16/1 અને નદીમ ઝહાવી – 33/1. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ 33/1ના મત સાથે 12મા ક્રમે આવે છે.