Ariel Atkins, a lead organizer for Black Lives Matter Chicago, leads a protest Monday, Aug. 10, 2020, outside the Chicago Police Department's District 1 station in Chicago. (AP Photo/Charles Rex Arbogast)

ફેસબુકમાં અફવા ફેલાયા પછી શિકાગોમાં પોલીસ અને નાગરિકો વચ્ચે હિંસક આૃથડામણ થઈ હતી. પોલીસના ફાયરિંગમાં એક 15 વર્ષના કિશોરનું મોત થયું છે એવી અફવા પછી શહેરમાં અલગ અલગ સૃથળોએ હિંસા થઈ હતી.

હિંસા અને લૂંટના આરોપ હેઠળ 100 કરતાં વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 13 પોલીસ જવાનો પણ ઘાયલ થયા હતા. શિકાગોના ઈંગલવૂડ વિસ્તારમાં પોલીસ અને નાગરિકો વચ્ચે ઝપાઝપી થઈ તેનો વીડિયો ફેસબુકમાં મૂકાયો હતો.

ફેસબૂકમાં એ વીડિયો શેર થયા પછી લોકોએ સિટી સેન્ટરમાં એકઠાં થવાનું ઓનલાઈન નક્કી કર્યું હતું અને એ પછી સિૃથતિ વધુ વણસી ગઈ હતી. પોલીસે ટોળાને કાબુમાં રાખવા માટે ગોળીબાર કર્યો હતો. પોલીસ ફાયરિંગમાં એક 15 વર્ષના કિશોરનું મોત થયા થયું હતુ એવી અફવાએ સોશિયલ મીડિયામાં જોર પકડયું હતું. એ પછી લોકો વિફર્યા હતા.

લોકોએ હિંસક દેખાવો કર્યા હતા અને પોલીસને નિશાન બનાવી હતી. લોકોએ આચરેલી હિંસામાં 13 કરતાં વધુ પોલીસ જવાનોને ઈજા થયાનું કહેવાયું હતું. લોકોએ સ્ટોરને નિશાન બનાવીને લૂંટફાટ કરી હતી. શો-રૂમ અને મોલના કાચ તોડી નાખવામાં આવ્યાં હતા. લૂંટના સામાન કારમા ંલાદીને લોકો ભાગી ગયા હતા.

બીજી તરફ પોલીસે પણ નાગરિકો સામે આક્રમક પગલાં ભરીને હિંસા અને લૂંટના આરોપ હેઠળ 100 કરતાં વધુની ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે 20 વર્ષના યુવાનને ઈજા થઈ છે, પરંતુ તે ખતરાથી બહાર છે. પોલીસના 13 જવાનોને ઈજા પહોંચી છે.શિકાગોના મેયરે કહ્યું હતું કે ફેસબુકમાં અફવા ફેલાઈ તેના કારણે શહેરમાં વાતાવરણ તંગ બન્યું છે. અફવાથી સાવધાન રહેવાની સલાહ મેયરે આપી હતી.