
લેબર પીઅર લેડી થંગમ ડેબોનેરે લંડનમાં ફોરેન ઓફિસની બહાર ભારતના ક્લાઇવ તરીકે સ્થાપિત કરાયેલી રોબર્ટ ક્લાઇવની પ્રતિમાને દૂર કરવા હાકલ કરી છે. તેમણે દલીલ કરી હતી કે ભારતીય મુલાકાતીઓ અને મહાનુભાવોએ બ્રિટનના સૌથી વિવાદાસ્પદ કોલોનીયલ વ્યક્તિઓમાંના એકની “વિજયી” અને “ઐતિહાસિક રીતે ખોટી” છબી દર્શાવતા સ્મારકને દૂર કરવું જોઇએ.
એડિનબરા આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવમાં બોલતા ડેબોનેરે કહ્યું કે 1912માં મૂકવામાં આવેલી આ પ્રતિમા ભારતમાં બ્રિટિશ શાસન સ્થાપિત કરવામાં ક્લાઇવની હિંસક ભૂમિકા અને તેમણે મેળવેલી વિશાળ સંપત્તિને સ્વીકારવામાં નિષ્ફળ ગઈ છે. ક્લાઇવના ભૂતપૂર્વ ઘર, પોવિસ કાસલમાં ભારતમાંથી લાવવામાં આવેલી ઘણી કલાકૃતિઓ છે, છતાં પ્રતિમા આવા સંદર્ભને અવગણે છે.
બ્રિસ્ટલના એડવર્ડ કોલસ્ટન પ્રતિમાની જેમ ક્લાઇવની પ્રતિમાને પણ સંગ્રહાલયમાં ખસેજવી જોઇએ.
