Roger Federer's emotional farewell to tennis
Action Images via Reuters/Andrew Boyers

ગયા સપ્તાહે લંડનમાં લેવર કપ ટેનિસના ડબલ્સના અંતિમ મુકાબલામાં પરાજય સાથે રોજર ફેડરરે ટેનિસ ખેલાડી તરીકે લાગણીસભર અલવિદા કરી હતી. સ્વિત્ઝરલેન્ડનો આ સ્ટાર ખેલાડી તો રડી પડ્યો હતો, સાથે સાથે તેનો ડબલ્સનો પાર્ટનર અને સિંગલ્સનો પરંપરાગત હરીફ રફેલ નાડાલ પણ મિત્રની કારકિર્દી ઉપર પૂર્ણવિરામના પ્રસંગે રડી પડ્યો હતો. 

ટીમ સ્પર્ધા તરીકે રમાતી લેવર કપ ટેનિસમાં યુરોપનું પ્રતિનિધિત્વ કરતાં ફેડરર અને નડાલનો વર્લ્ડ ટીમના હરીફો સામે પરાજય થયો હતો. પોતાની નિવૃત્તિની અગાઉથી જાહેરાત કરી ચૂકેલા ફેડરરને નિહાળવા લંડનની બ્લેક ટેનિસ કોર્ટમાં તેના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તેને અદભૂત માન તથા પ્રેમ આપ્યો હતો.  

LEAVE A REPLY

fifteen − 6 =