Rohit Sharma holds the record for most sixes in T20 Internationals

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાના નામે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. 35 વર્ષીય રોહિતે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શર્માએ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી છે. શુક્રવારે રમાયેલી મેચમાં પ્રથમ સિક્સ ફટકારતા જ તે ગુપ્ટિલથી આગળ નીકળી ગયો હતો. માર્ટિન ગુપ્ટિલે 172 સિક્સ ફટકારી છે. તો રોહિતે ભારતીય ઇનિંગની પહેલી જ ઓવરમાં જોશ હેઝલવૂડની બોલિંગમાં 2 સિક્સ મારી હતી. તેણે પોતાની 46 રનની ઇનિંગમાં 4 સિક્સ ફટકારી હતી. આમ, રોહિતના નામે ટી20માં સૌથી વધુ 176 સિક્સ મારવાનો રેકોર્ડ નોંધાયો છે.

LEAVE A REPLY

two × two =