(ANI Photo)

સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે 2 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થશે અને 22 ડિસેમ્બરે સમાપ્ત થશે. સામાન્ય રીતે સંસદનું સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે 3 ડિસેમ્બરે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોને કારણે સર્વપક્ષીય બેઠક એક દિવસ પહેલા બોલાવામાં આવી છે.

વિધાનસભા ચૂંટણીના પરિણામો સત્ર પર મોટી અસર કરશે. શિયાળુ સત્રમા ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સામેના “કેશ-ફોર-ક્વેરી” આરોપો અંગેની એથિક્સ કમિટીનો અહેવાલ લોકસભામાં રજૂ કરાશે. IPC, CrPC અને પુરાવા ધારાની જગ્યાએ નવા કાયદા માટે ત્રણ બિલો રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.  ગૃહ પરની સ્થાયી સમિતિએ તાજેતરમાં જ ત્રણ અહેવાલો સ્વીકારી લીધા છે.

LEAVE A REPLY

twelve + 11 =