રશિયાનું આશરે 50 મુસાફરો સાથેનું એન્ટોનોવ એએન-24 પેસેન્જર વિમાન દેશના દૂરના પૂર્વ વિસ્તારોમાં ગુરુવારે ક્રેશ થયું હતું અને તેનાથી વિમાનમાં સવાર તમામ લોકોના મોતની આશંકા છે. પ્રારંભિક માહિતી અનુસાર વિમાનમાં પાંચ બાળકો સહિત 43 મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતાં. વિમાન બ્લાગોવેશેન્સ્ક શહેરથી ચીનની સરહદે આવેલા અમુર પ્રદેશના એક દૂરના શહેર અને મહત્વપૂર્ણ રેલ્વે જંકશન ટિન્ડા તરફ જઈ રહ્યું હતું.
સોવિયેત યુગમાં બનેલા અને લગભગ 50 વર્ષ જૂના આ વિમાનનો સળગતો ભાગ હેલિકોપ્ટર દ્વારા જમીન પર જોવા મળ્યો હતો અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. વિમાન ગીચ જંગલવાળા વિસ્તારમાં તૂટી પડ્યું હતું. ક્રેશ સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યાં હતાં. આ વિમાન અંગારા નામની ખાનગી માલિકીની સાઇબેરીયન પ્રાદેશિક એરલાઇનનું હતું.
આ વિમાન બ્લાગોવેશેન્સ્ક શહેરથી ચીનની સરહદે આવેલા અમુર પ્રદેશના એક દૂરના શહેર અને મહત્વપૂર્ણ રેલ્વે જંકશન, ટિન્ડા તરફ જઈ રહ્યું હતું. ઉતરાણની તૈયારી કરતી વખતે તે રડાર સ્ક્રીન પરથી ગાયબ થયું હતું. પ્રાદેશિક ગવર્નર વેસિલી ઓર્લોવે જણાવ્યું હતું કે, પ્રારંભિક માહિતી અનુસાર, વિમાનમાં પાંચ બાળકો સહિત 43 મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા.
ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીએ કટોકટી સેવા અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, ટિન્ડાથી લગભગ 15 કિમી (10 માઇલ) દૂર એક ટેકરી પર વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો.
રશિયન એર ટ્રાફિક કંટ્રોલે સવારે જણાવ્યું હતું કે, 50 પેસેન્જર-ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલા AN-24 પેસેન્જર પ્લેન સાથે અમુર ક્ષેત્રમાંથી સંપર્ક તૂટ્યો છે. લોકલ ઈમરજન્સી મિનિસ્ટ્રી અનુસાર, સાબેરિયાની અંગારા તરીકે ઓળખાતી એરલાઈન દ્વારા આ પ્લેન ઓપરેટ થઈ રહ્યું હતું. જે ચીનની સરહદ નજીક આવેલા અમુર શહેરમાંથી અચાનક રડાર સ્ક્રિનમાંથી ગુમ થયું હતું.
