
બર્મિંગહામ યુનિવર્સિટીના નવા સંશોધન દર્શાવે છે કે યુકેના ડોમેસ્ટીક કેર અને ફૂડ ડિલિવરી સેક્ટરમાં કામ કરતા માઇગ્રન્ટ્સ કામદારો વ્યાપક શોષણ અને કાનૂની નબળાઈનો સામનો કરે છે.
અહેવાલો દર્શાવે છે કે ઘણા માઇગ્રન્ટ્સ ડોમેસ્ટીક કામદારો, મોટે ભાગે સ્ત્રીઓ, ખાનગી ઘરોમાં કામ કરે છે જ્યાં દુર્વ્યવહાર સામાન્ય છે. કેટલાક કામદારો વિઝા માટે સ્પોન્સરશિપ મેળવવા માટે £10,000થી વધુ ચૂકવે છે અને વધારામાં તેમને વધુ પડતું કામ કરવું પડે છે અથવા આધુનિક ગુલામી જેવી પરિસ્થિતિઓમાં ફસાયેલા રહેવું પડે છે.
ફૂડ ડિલિવરી ક્ષેત્રમાં, માઇગ્રન્ટ લોકોને કઠોર હવામાન, સુપરવિઝન અને ઓછા પગારનો સામનો કરવો પડે છે. સ્કુટર રાઇડર્સે ઠંડીમાં લાંબા સમય સુધી કામ કરવુ પડે છે અને તેમને અકસ્માતમાં થતી ઇજાઓ અથવા લૂંટના બનાવો સામે કોઈ રક્ષણ મળતું નથી. તાજેતરના સરકારી નિયમોમાં હવે ડિલિવરી કામદારો માટે બાયોમેટ્રિક ID તપાસની જરૂર છે, જેમાં ઘણા કામદારો અસુરક્ષિત સ્થિતિ ધરાવે છે અને તેમને વધુ શોષણકારી નોકરીઓમાં ધકેલી દેવામાં આવે છે.
રીપોર્ટના મુખ્ય લેખક પ્રોફેસર નાન્ડો સિગોનાએ જણાવ્યું હતું કે માઇગ્રન્ટ કામદારો જો મૌન અને ફ્લેક્સીબલ રહેતા હોય તો જ તેમને સહન કરવાનું આવે છે.
કેમ્પેઇનર્સ દલીલ કરે છે કે ઇમિગ્રેશન સિસ્ટમ કામદારોને પ્રાયોજકો પર નિર્ભર બનાવીને અને કાનૂની સહાય અથવા યુનિયન સુરક્ષા વિના તેમને દુર્વ્યવહારનો ભોગ બનાવીને શોષણને લાગુ કરે છે.
આ અભ્યાસમાં માઇગ્રન્ટ કામદારોના અધિકારો, ગૌરવ અને કામની વ્યાજબી પરિસ્થિતિઓને પ્રાથમિકતા આપવા માટે તાત્કાલિક નીતિગત ફેરફારોની માંગ કરવામાં આવી છે.
