Quote-Photos-2015-August

જીવન એ સમતુલન છે. તમે જીવન તરીકે જે કાંઇ જુઓ છો તમે તમારા આપથકી જે કાંઇ જુઓ છો તે જ્યાં સુધી સમતુલનમાં છે ત્યાં સુધી સુંદર છે. તમારું શરીર, તમારા વિચારો, તમારી લાગણીઓ કે તમારી પ્રવૃત્તિ જ્યાં સુધી સમતુલા જાળવે છે ત્યાં સુધી સુંદર છે.
સમતુલનમાં બેસવું, સમતુલા જાળવીને ઊભા રહેવું કે ચાલવું એ સર્વોચ્ચ સમતુલન છે. માત્ર બે પગથી તમે જે રીતે ચાલો છો તેમાં કેટલું સમતુલન જોઇએ તે તમે જાણો છો ખરા? જ્યારે તમે ચાલો છો ત્યારે તમારી જાતને સમતુલિત રાખવા કેટલી બધા બાબતો સંકળાયેલી છે તે શું તમે જાણો છો? સમતુલિત મુદ્રામાં ચાલવું એ ઘણી મોટી બાબત છે.
તમે તમારા વિચારોમાં લીન થઇને ચાલતી વખતે સમતુલન ગુમાવો છો તો તેને ગાંડપણ કહે છે. તમારી લાગણીની અભિવ્યક્તિ વખતે જો તમે સમતુલન ગુમાવો તો તે કેટલી હદે ભયાવહ બની શકે તે તમે જાણો છો. લાગણી એ તમારા જીવનની મીઠાશ છે. જો તે સમતુલા ગુમાવે તો પછી તે તમારા પોતાના અને અન્યો માટે ત્રાસદાયી નીવડી શકે છે? ખરું કે નહીં.
– તો પછી કોઇના જીવનમાં આ સમતુલન કેવી રીતે લાવી શકાય? આ સમતુલા કે સમતુલનનો પાયો કયો છે? સમતુલન એ તે છે કે તમે એવી બની રહો કે તમે યુદ્ધના મેદાનમાં હો તો પણ તમે આક્રમણ ધૈર્ય અને સંયમનું સમતુલન જાળવી શકો. જો તમારું આંતરિક સમતુલન સંપૂર્ણ હશે તો તમે તમારા શરીર અને મગજ થકી બાહ્ય સમતુલન શક્ય તેટલા ઉચ્ચ સ્તરે જાળવી શકશો અને માનવ માત્ર એવું કરી શકે છે.
બાહ્મ પરિસ્થિતિની વાત આવે છે ત્યારે ચોક્કસ સમતુલન જેવું કાંઇ હોતું નથી. મારી પોતાની જાતમાં આંતરિક સ્તરે હું સંપૂર્ણ સમતુલિત હોઇ શકું પરંતુ જ્યારે પ્રવૃત્તિની વાત આવે છે ત્યારે સતત સાનુકૂળ થવાનું કે ફેરફારને આધીન થવાનું સમાધાન ચાલતું જ રહે છે. આ જગતમાં એવી કોઇ વ્યક્તિ નથી જેણે તેની બાહ્ય પ્રવૃત્તિ ચોક્કસતાથી સમતુલિત ઢબે કરી હોય. હું જેને ચોક્કસ કે સ્પષ્ટ માનું તેને બીજો કોઇ મૂર્ખામી કે નકામું પગલું પણ ગણાવી શકે. આપણા પરિવારમાં પણ શું આવું થતું નથી?
આથી જ બાહ્ય પરિસ્થિતિઓમાં બંધબેસતો મેળ પાડવો કે વ્યવસ્થાની જરૂર પડતી જ હોય છે. જે તે પરિસ્થિતિની જરૂર પ્રમાણે જે તે ફેરફારની જરૂરને પારખીને આગળ વધવાનું થાય છે પરંતુ જો તમે શારીરિક માનસિક અને લાગણીથી જો તમારા પોતાનામાં સમતુલિત હશો તો તેવી જ સમતુલા પ્રદર્શિત થશે જ. અહીંયા પ્રવૃત્તિ સમતુલિત હોતી નથી. જો તમે તમારા ભૌતિક શરીર અને મગજને તેને સર્વોચ્ચ ક્ષમતાથી કાર્યરત કરો છો તો તેનો અર્થ તમે આ જગતમાં કાંઇ કરો છો તે જે તે પરિસ્થિતિ અને તક ઉપર નિર્ભર રહીને શ્રેષ્ઠ થતું હોય છે. તમે આટલું કરી શકો છો.
જ્યારે તમે સમતુલાની વાત કરો છો ત્યારે સમતુલા અંગે તમારો વિચાર કે પરિભાષા કઇ છે? જો આજનો દિવસ સારો જાય તો શું તમે તેને સમતુલિત કહેશો? મારા માટે સમતુલન કે સમતુલાનો અર્થ – જો હું મારો દરવાજો બંધ કરીને ચાર અથવા પાંચ દિવસ બેસી જાઉં તો મારા મગજમાં એક પણ વિચાર આવશે નહીં. હું નહીં વિચારવાનો પ્રયાસ કરતો નથી, જો મારે વિચારવું હોય તો મારે વિચારવું રહ્યું અથવા મારા મગજમાં કોઇ વિચાર આવતો નથી. મારું મગજ સાવ ખાલીપાવાળું હોય છે. કારણ કે, હું વિચારતો નથી. પરંતુ બધા માટે આવું બનતું નથી. લોકો જ્યાં સુધી બહારના જશાકથી જકડાતા નથી ત્યાં સુધી તેમણે તેમના જીવનમાં વિચાર વિનાની કોઇ પળને જાણી જ નથી. આવું તમારાથી આપમેળે થતું નથી. કારણ કે, તમે જે નથી તેનાથી તેવી ઓળખવાળા તમે બનો છો. તે જ ઘડીથી વિચારો એ નિરંતર પ્રક્રિયા બની જતી હોય છે.
જો તમારે આવી અવસ્થા જોઇતી હોય તમારે શું કરવાનું? તમારા મગજે તમારી પાસેથી સૂચનાઓ મેળવવી રહી જે અત્યંત મહત્વની બાબત છે. ઘણી બધી રીતે ભારત અને સમસ્ત જગતમાં આમ પ્રદર્શિત થયેલ છે. જીસસે પણ આમ કહ્યું છે, જો તારી માલિકીની એક આંખ હશે તો પણ તમારું શરીર પ્રકાશથી પ્રજ્જવલિત થશે. તમારી ભૌતિકતામાં હંમેશા તમે અને હું હોય છે. જો તમારે કશાકની સમતુલા જાળવવી હોય તો બે હોવા જ રહ્યા, તે પછી જ સમતુલા કે સમતુલન એ જરૂરિયાત બની રહે છે. જો તમારો જીવનનો અનુભવ તમે જે હાલમાં છો તો બેવડી અવસ્થાની સરહદને વટાવી આકલનને પાર થયો હોય, તમે ભૌતિકતાની મર્યાદાને વટાવી ગયા હોય અને ભૌતિકતાને પારનું કશુંક જીવંત વાસ્તવિકતા બની જાય તો હવે તમે એક આંખવાળા બની જાવ છો. તમે એક જ આંખથી બધું જ એકસમાન રીતે નિહાળો છો.
હવે બધું જ ચોક્કસ સમકુલામાં છે, તમે વધુ સમતુલાને ઝંખતા નથી. તમારું અસ્તિત્વ જ સમતુલામાં છે. માત્ર ભૌતિક વાસ્તવિકતા જ હાલકડોલક થતી હોય છે. બાકીનું બધું સમતુલનમાં છે. માત્ર ને માત્ર ભૌતિકતા જ ઉપર નીચે થતી હોય છે.
માનવજીવનની અત્યંત મહત્વની વાત તે છે કે તમે ભૌતિકતાની મર્યાદાઓને વટાવી દીધી છે. આ ધરા ઉપર તમે જ એક એવો જીવ છો જેની પાસે ક્ષમતા છે. બાકીના તમામ જીવો તેમની ભૌતિકતામાં સપડાયેલા છે. તમે તમારી ભૌતિકતાની ઉપરવટ જવાની ક્ષમતા ધરાવતા હોવા છતાં તમે તમારી ભૌતિકતાની ઉપર જતા નથી. અહીંયા શરીરને ત્યજવાની વાત નહીં પરંતુ તેનાથી વધારે ઊંડાણમાં જવાની અને સપાટી ઉપર પડ્યા નહીં રહેવાની વાત છે. પ્રત્યેક માનવમાત્ર આમ થવું જ રહ્યું.
– Isha Foundation