Quote-Photos-2015-August

સદગુરુ – ઘણી વખત કોઇ દુઃખી વ્યક્તિને એમ કહેતાં સાંભળીએ છીએ કે આજની પેઢી ધાર્મિક નથી તેટલું જ નહીં આજની પેઢી અગાઉના જેવી માન્યતાઓ પણ ધરાવતી નથી.
હું અંગત રીતે માનું છું કે, ઘણા બધા યુવાનો આવું બધું માનતા નથી! જગતમાં તેવી કમનસીબ સ્થિતિ પ્રવર્તે છે કે જેમાં યુવાનો તેમના પિતા કહેતા હતા તે માનતા હોય. યુવાનો જ્યાં કશાને પણ માનતા હોય નહીં ત્યારે તેઓ માત્ર ભરજુવાનીમાં હોય છે. તેઓ કઈંક ને કઈંક નવું શોધવા અને આપમેળે જાણવાની વૃત્તિવાળા હોય છે જો આવી ભાવના મરી પરવારે તો તમે તેમને યુવાન કેમ કહેશો? એવું હોય તો તેઓ વૃદ્ધ કહેવાય.
ચાલો આપણે પહેલાં ધર્મ અને આધ્યાત્મિક પ્રક્રિયા વચ્ચેની ભેદરેખા સમજીએ. જો તમે કોઇ આયોજીત સુગઠિત ધર્મના સ્વરૂપમાં માનો છો ત્યારે તમે તેમાં માનનારા હો છો. જ્યારે તમે આધ્યાત્મિક માર્ગો હો છો ત્યારે તમે તેને ઝંખનારા બની રહો છો. આ બંને વચ્ચે તફાવત કયો છે? જ્યારે તમે કહો છો ‘હું માનું છું’ ત્યારે તમે મૂળભૂત રીતે એમ કહો છો કે, “હું નથી જાણતો તેવી કબૂલાત કરવા તમે અનિચ્છુક છો.” તેની સામે ઝંખના કરનારો તે નથી જાણતો એવી કબૂલાત કરવા તૈયાર હોય છે. કશાકમાં પણ માનનારાઓ કબૂલાત કરવા અનિચ્છુક હોય છે અને તેના અનુભવમાં ના આવ્યું હોત તેના અંગેનું તારણ કાઢતા હોય છે.
માંગવું કે ઝંખના કરવાનો અર્થ તમે તમારા પોતાના જીવનના આવશ્યક સ્વરૂપ કે આ સર્જનના મૂળ સ્રોતને જાણતા નથી. તમે કોણ છો, ક્યાંથી આવ્યા અને ક્યાં જશો તે તમે જાણતા નથી. જ્યારે તમે ‘હું નથી જાણતો’ની અવસ્થામાં હો છો ત્યારે તમે જીવંત, પ્રતિભાવક, બાળક જેવા અને અથડામણ કરવા માટે અસમર્થ હો છો. માનવસહજ બુદ્ધિશક્તિ તેવી છે કે તે તમને જીવન વિષે આશ્ચર્ય અનુભવવાની ક્ષમતા આપે છે. તમે આશ્ચર્યની આ ઘેરી ભાવનાને જ્યારે નિશ્ચિતતાની ભાવનાથી બદલો છો, તે સાથે જ તમે જાણવાની તમામ શક્યતાઓનો અંત આણતા હો છો. માન્યતામાં તમારામાં એક નવા પ્રકારનો વિશ્વાસ જન્મતો હોય છે પરંતુ સ્પષ્ટતા વિનાની ચોક્કસતા તમારા પોતાના અને જગત માટે જોખમી નીવડતી હોય છે.
આધ્યાત્મિકતાનો અર્થ તમે તમારી જાત સાથે સીધેસીધા, સંપૂર્ણતયા જોડાયેલા છે. કૃષ્ણ, જીસસ, ભગવાન કે બુદ્ધ અથવા તેમના સંદેશાવાહકોએ આ મામલે શું કહ્યું તે મહત્વનું નથી. તેઓ કદાચ સત્ય પણ કહેતા હોય પરંતુ તમે તેનો અનુભવ કર્યો નથી. તમે આવા સંદેશા પૂર્ણ ભાવ સાથે ધ્યાનથી સાંભળી શકો પરંતુ તમે હજુ તે જાણતા કે સમજતા નથી. જેને તમે જાણતા નથી તે તમે જુઓ છો ત્યારે તમે જ્યાં હો ત્યાંથી તમે એક માર્ગ ઉપર ચાલી શકો છો પરંતુ એક માન્યતા કે માનવાવાળાની માફક તમે અંતિમ લક્ષ્ય સ્થળ વિષે ધારણા બાંધતા નથી પરંતુ તમે તે શું છે, તે તમારા માટે કારગત છે કે નહીં તે જાણી સમજીને કોઇ એક માર્ગ ઉપર એક ડગલું માંડી ચૂક્યા છો. આથી આવી સ્થિતિમાં તમારી બુદ્ધિશક્તિને કામ કરવાનો અવકાશ છે પરંતુ જો તમે અંતિમ લક્ષ્ય સ્થાન માટે તારણો માંડીને બેસો છો તો તમારી બુદ્ધિશક્તિ માટે અવકાશ રહેતો નથી અને તેનું પરિણામ સ્થગિતતામાં આવતું હોય છે. આ જગતમાં દર્શાવાય છે તેમ કોઇ પણ સંઘર્ષ માત્ર સારા અને ખરાબ વચ્ચેનો હોતો નથી. કોઇ પણ પરિવાર હોય કે બે રાષ્ટ્રો હોય, સંઘર્ષ હંમેશા એકબીજાની માન્યતા વચ્ચેનો હોય છે. જે ઘડીએ તમે કાંઇક માનતા થાઓ છો તે જ ઘડીએ સામેનાની કે વિરોધી માન્યતા વચ્ચેનો સંઘર્ષ થતો હોય છે. પારસ્પરિક વાતચીતથી તમે આ સંઘર્ષ ટાળી શકો છો પણ છેવટે સંઘર્ષ તો અનિવાર્ય જ થઇ પડે છે.
આધ્યાત્મિક માર્ગે ચાલવા માટે તમારે માન્યતા નહીં પરંતુ થોડા ઘણા વિશ્વાસની જરૂર પડતી હોય છે. આંશિક અનુભવના આધારે વિશ્વાસ જન્મતો હોય છે તેમાં કોઇ ગણતરી, એજન્ડા, બાંયેધરી કે વિશિષ્ટ પ્રકારના વિચાર કે શિક્ષણની જરૂર પડતી નથી.
ઇશા ફાઉન્ડેશનમાં પહેલા જ દિવસથી હું લોકોના મગજમાં માત્ર શંકા જ જન્માવતો આવ્યો છું કારણ કે, સાચી બાબતો સાકાર કરવી હોય તો તમામ પ્રકારના વિશિષ્ટ વિચારો કે શિક્ષણનું બહાર થવું જરૂરી છે. લોકોમાં અસુવિધા રહે કે જન્મે તે રીતે જ હું મારી પ્રતિભા ઘડતો રહ્યું છું. હું ક્યારેય, લોકોને મારો ભરોસો કરવાનું કહેતો નથી, કારણ કે આ શબ્દ ખરાબ રીતે ભ્રષ્ટ થયેલો છે. લોકો વળગેલા રહ્યા હોય કે, વળગેલા રહે તો તે માત્ર ને માત્ર આંતરિક અનુભવના કારણે છે. આ કોઇ માનસિકતા નથી પરંતુ તે વિશ્વાસ છે. આધ્યાત્મિક યાત્રામાં લોકોની જીવનની ઉર્જા જોડાયેલી છે.
વિશ્વાસ એ મૂર્ખાસ્વીકૃતિ અને તેના મૂલ્યાંકનનો માર્ગ સાંપડે છે. પરંતુ આજકાલ વિશ્વાસને ખોટી રીતે સમજીને માની લેવાની વાત બનાવી દેવાયો છે.
જો એક દિવસ તમારો અનુભવ તમારા મગજની મર્યાદાથી ઉપરવટ જશે તો તમારો વિશ્વાસ આપોઆપ જન્મવાનો છે. માન્યતા કેળવાતી હોય છે જ્યારે વિશ્વાસ આવતો જ હોય છે. બીજી રીતે કહીએ તો માન્યતા એ બ્રેઇન વોશિંગ છે જ્યારે વિશ્વાસ મગજને સાફ કરવા અંગેની બાબત છે. મગજને પ્રશ્નોત્તરી કરીને તેને વિકસવા માટે શીખવા દેવાય છે. મગજને અવગણવાનું અશક્ય છે. અને તે માટેનો પ્રયાસ પણ ના કરશો. વિશ્વાસ અને તે માટેનો પ્રયાસ પણ ના કરશો. વિશ્વાસ અને કારણ કે પારસ્પરિક વિમુખ ના થવા દો અપરિપક્વ કારણ એ નાસ્તિકતા કે નીરીશ્વરવાદ છે, જ્યારે કારણ પરિપક્વ બને છે ત્યારે તે વિશ્વાસમાં પરિણમે છે.\
– Isha Foundation