(Photo by Andreas Rentz/Getty Images)

હોલીવૂડની જાણીતી અભિનેત્રી સલમા હાયકે તેના ઇન્સ્ટ્રાગ્રામ પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે તે દેવી લક્ષ્મીનું ધ્યાન ધરીને તેની આંતરિક સુંદરતા સાથે જોડાણ કરે છે. સલમાએ માતા લક્ષ્મીની એક તસવીર પણ પોસ્ટ કરી હતી. સોશ્યલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થઈ હતી.

સલમા હાયકે ખુલાસો કર્યો છે કે, હું લક્ષ્મી માતાની ભક્ત છું .સલમાએ પોતાની પોસ્ટમાં તેનુ કારણ પણ આપ્યુ છે .સલમાનુ કહેવુ છે કે, જ્યારે પણ હું મારી જાતને મારી આંતરિક સુંદરતા સાથે કનેક્ટ કરવા માંગુ છું ત્યારે લક્ષ્મી માતાની તસવીર સામે ફોકસ કરીને મેડિટેશન શરુ કરુ છું. હિન્દુ ધર્મમાં લક્ષ્મી માતા ધન, સૌભાગ્યા, પ્રેમ, સુંદરતા, માયા અને સમૃધ્ધિનુ પ્રતિક છે. તેમની તસવીર મને બહુ આનંદ આપે છે અને કદાચ આ આનંદ જ આંતરિક સુંદરતાને પામવાનો રસ્તો છે.

સલમા પહેલી અભિનેત્રી નથી જેને લક્ષ્મી માતામાં શ્રધ્ધા છે. આ પહેલા માઈલી સાયરસ અને જુલિયા રોબર્ટસ પણ હિન્દુ દેવી-દેવતાઓ પ્રત્યેની શ્રધ્ધા વ્યકત કરી ચુક્યા છે.માઈલી સાયરસ પણ લક્ષ્મી દેવીની પૂજા કરે છે.