તમિલનાડુના મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન(ANI Photo)

તમિલનાડુના મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનની સનાતન ધર્મ અંગેની વાંધાજનક ટીપ્પણીથી દેશભરમા મોટો વિવાદ ઊભો થયો હતો. સનાતન ધર્મની કોરોના, મલેરિયા અને ડેંગ્યૂ સાથે સરખામણી કરીને તેમણે જણાવ્યું હતું કે સનાતન ધર્મનો માત્ર વિરોધ ન કરવો જોઇએ, પરંતુ તેને નેસ્તનાબૂદ કરવો જોઇએ. તેમના આ નિવેદનનો ભાજપે જોરદાર વિરોધ કર્યો હતો અને સોશિયલ મીડિયામાં આક્રોશ ફેલાયો હતો.વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનના ઘટકપક્ષોએ પણ આવી ટીપ્પણી બદલ સ્પષ્ટતા કરવી પડી હતી.

ભાજપના આઈટી સેલના પ્રભારી અમિત માલવિયાએ જણાવ્યું કે ડીએમકેના નેતાએ સનાતન ધર્મનું પાલન કરતી 80 ટકા વસ્તીના “નરસંહાર” માટે આહવાન કર્યું છે.

સનાતન ધર્મ સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ હોવાનો આક્ષેપ કરીને DMK યુવા પાંખના સેક્રેટરી અને તમિલનાડુના યુવા કલ્યાણ પ્રધાન ઉધયનિધિ સ્ટાલિને જણાવ્યું હતું કે સનામત ધર્મને નાબૂદ થવો જોઈએ. શનિવારે ચેન્નાઇમાં તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સ એન્ડ આર્ટિસ્ટ એસોસિએશનની બેઠકમાં પોતાના સંબોધનમાં ઉધયનિધિએ કહ્યું હતું કે સનાતન નામ સંસ્કૃત ભાષાનું છે. સનાતનનો અર્થ શું છે? તે શાશ્વત છે, એટલે કે તેને બદલી શકાતો નથી. કોઇ તેની સામે સવાલ ઉઠાવી શકે નહીં અને તે જ તેનો અર્થ છે. સનાતન લોકોને જાતિના આધારે વિભાજિત કરે છે.

આ નિવેદનની ટીકા કરતાં બીજેપી તમિલનાડુના ઉપાધ્યક્ષ નારાયણન તિરુપતિએ ડીએમકેને “કેન્સર” ગણાવીને જણાવ્યું હતું કે શાસક દ્રવિડિયન પાર્ટી તરફથી આવી ટિપ્પણી નવી નથી. તેમની પાર્ટી ડીએમકેને ખતમ કરશે.

ચોમેરથી થઈ રહેલી ટીકાનો જવાબ આપતા ઉદયનિધિએ જણાવ્યું હતું કે મેં ક્યારેય સનાતન ધર્મનું પાલન કરતા લોકોના નરસંહાર માટે આહ્વાન કર્યું નથી.” સનાતન ધર્મ એ એક સિદ્ધાંત છે જે જાતિ અને ધર્મના નામે લોકોને વિભાજિત કરે છે. સનાતન ધર્મને ઉખેડી નાખવો એટલે માનવતા અને માનવ સમાનતાની જાળવણી છે. પોતાના નિવેદનને વળગી રહેલા તેમણે જણાવ્યું હતું કે તેમણે સનાતન ધર્મના કારણે પીડિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો વતી વાત કરી હતી. હું પેરિયાર અને આંબેડકરના વિસ્તૃત લખાણોને કોઈપણ મંચ પર રજૂ કરવા તૈયાર છું, જેમણે સનાતન ધર્મ અને તેની સમાજ પરની નકારાત્મક અસર વિશે ઊંડાણપૂર્વક સંશોધન કર્યું હતું. ઉદયનિધિએ જણાવ્યું હતું કે સનાતને મહિલાઓ સાથે શું કર્યું. પતિ ગુમાવનાર મહિલાઓને આગમાં ધકેલી (સતી પ્રથા) દેવામાં આવતી હતી. બાળલગ્ન પણ થાય છે.

 

LEAVE A REPLY

1 × three =