(Photo by Matt Carr/Getty Images)

બોલીવૂડમાં અનેક સફળ ફિલ્મોની સિક્વલ બની છે. હવે તેમાં વધુ એક ફિલ્મનું નામ સામે આવ્યું છે. આમિરખાન અને સોનાલી બેન્દ્રેની ‘સરફરોશ’ની સિકવલ બનશે. આ ફિલ્મની ખાસ બાબત એ છે કે, આ ફિલ્મને ભારતની સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને સમર્પિત કરાશે, તેવું ફિલ્મના નિર્માતા જોન મેથ્યુ મેથને જણાવ્યું હતું. વર્ષ 1999ની સફળ ફિલ્મોમાં સરફરોશ નો સમાવેશ થાય છે અને તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. મેથને સીકવલની પટકથા બાબતે જણાવ્યું હતુંકે, તેને લગભગ પાંચ-છ વખત લખવામાં આવી છે. હકીકતમાં સરફરોશ ટુની પાંચમી પટકથા છે, જેને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ભારતની આંતરિક સુરક્ષા વ્યવસ્થા અંગે દર્શાવવામાં આવ્યું છે. તેમાં ભારત જુદી જુદી મુશ્કેલીઓનો સામનો કરીને પણ પોતાની સુરક્ષા કઇ રીતે મજબૂત રાખે છે તે દર્શકોને બતાવવામાં આવશે. આ ફિલ્મમાં ગીતોની સંખ્યા પણ ઓછી હશે અને રોમેન્ટિક ગીત પણ નહીં હોય.