(ANI Photo/ Mohd Zakir)

ભારતના મોખરાના બેડમિંટન ખેલાડીઓ સાત્વિક સાઈરાજ રાંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ગયા સપ્તાહે પુરી થયેલી ઈન્ડિયા ઓપન બેડમિંટનમાં ફાઈનલમાં રનર્સ-અપ રહ્યા હતા.

ફાઈનલમાં સાઉથ કોરીઆના સેઉંગ જે અને હ્યુન સુક કાંગ સામે સંઘર્ષપૂર્ણ જંગ પછી 21-15, 11-21 અને 19-21થી હારી ગયા હતા. તાજેતરમાં જ મલેશિયા ઓપનમાં પણ આશાસ્પદ દેખાવ પછી ફાઈનલમાં હારી જતાં તેઓ રનર્સ-અપ રહ્યા હતા.

એક કલાક પાંચ મિનિટના આ મુકાબલામાં પ્રથમ ગેમમાં વિજય પછી બીજી ગેમ તેઓ પ્રમાણમાં ખાસ સંર્ઘષ વિના હારી ગયા હતા, પણ ત્રીજી ગેમમાં પાછી તેમણે જોરદાર ટક્કર આપી હતી. ચીનના ઝી યુ ક્વિ મેન્સ સિંગલ્સમાં તથા વુમન્સ સિંગલ્સમાં તાઈ યુ યિંગ ચેમ્પિયન બન્યા  હતા.

LEAVE A REPLY

19 − eleven =