મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાની વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે. ઘરેથી નિકળતી વેળાએ તેઓએ પત્રકારોને કહ્યું હતું કે તમને ખ્યાલજ છે કે હું ક્યાં જઈ રહ્યો છું, બધી વાત ત્યા જ કરીશે. બીજી તરફ ગ્વાલિયર-ચંબલ પ્રાંતના લોકો ઈચ્છે કે સિંધિયા ભાજપમાં સામેલ ન થઈને અલગ પાર્ટી બનાવે. જ્યોતિરાદિત્ય ગુરુવારે સાંજે 4 વાગે ભોપાલ પહોંચશે. બાદમાં શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન દાખલ કરે તેવી શકયતા છે. શુક્રવાર મધ્યપ્રદેશની 3 રાજ્યસભા સીટો પર ચૂંટણી માટે નામાંકન દાખલ કરવાનો છેલ્લો દિવસ છે. સિંધિયાએ મંગળવારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. હવે સિંધિયાને રાજ્યસભામાં મોકલવાની તૈયારી છે. તેની જાહેરાત બુધવારે દિલ્હીમાં થશે. કેન્દ્રીય સત્ર બાદ સિંધિયાને કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવામાં આવશે. કમલનાથ સરકારના 6 મંત્રીઓ સહિત 22 ધારાસભ્યોએ સિંધિયાના રાજીનામાની જાણ થતા જ કોંગ્રેસ છોડી હતી. સિંધિયાના સમર્થક ધારાસભ્યોમાંથી 5થી 7 ને મધ્ય પ્રદેશમાં ભાજપ સરકાર બન્યા બાદ મંત્રી પદ અપાય તેવી શકયતા છે.