વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ અને કેવડિયા વચ્ચે જે સી-પ્લેન સર્વિસનું 31 ઓક્ટોબરે પ્રારંભ કર્યો હતો તે સર્વિસ અસ્થાયી સ્વરૂપે બંધ થઇ હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સી-પ્લેનને મેઇન્ટેનન્સ માલદિવ મોકલવામાં આવ્યું હોવાથી આ સેવા હંગામી બંધ થઇ છે. શનિવારે સવારે સાબરમતી રિવરફ્રન્ટથી સી-પ્લેન મેઈન્ટેનન્સ માટે માલદિવ્સ જવા રવાના થયું હતું, હવે આ સર્વિસ ફરીથી ક્યારે શરૂ થશે તે અંગે કોઇ માહિતી નથી. તાજેતરમાં કેવડિયા ખાતે યોજાયેલી સ્પીકર કોન્ફરન્સ માટે અમદાવાદ આવેલા લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ 24 નવેમ્બરે કેવડિયા જવા માટે સી પ્લેનની સફર માણી હતી. પછી સી-પ્લેનના ભાડા અને ટાઇમમાં અનિયમિતતા તેમજ વિવિધ કારણોસર વારંવાર રદ થવાને પ્રવાસ પ્રેમીઓમાં નારાજગી વ્યાપી હતી. ઓનલાઇન બૂકિંગમાં અનિયમિતતાને કારણે લોકોમાં મુશ્કેલીમાં મુકાતા હતા. ઘણીવાર કેવડિયાથી પણ અમદાવાદની ફ્લાઇટ ખાલી આવતી હતી.