(Photo by VALERY HACHE/AFP via Getty Images)

બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલા રવિવારની સાંજે કરેલી એક ટ્વીટને કારણે ઇન્ટરનેટ પર છવાઈ ગઈ હતી. ટ્વીટમાં અભિનેત્રીએ મુંબઈ એરપોર્ટ પર ખોવાઈ ગયેલી તેની ઇયરિંગ શોધવામાં મદદ કરવાની ઇન્ટરનેટની મદદ માગી હતી. જુહી છેલ્લાં 15 વર્ષથી આ ઇયરિંગ પહેરતી હતી અને તેનો ફોટો પણ ટ્વીટ કર્યો હતો.

જુહી ચાવલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે સવારે હું મુંબઈ એરપોર્ટના ગેટ નંબર 8 પર જતી હતી. એમીરેટ્સ કાઉન્ટર પર મેં ચેક-ઈન કર્યું હતું. સિક્યોરિટી ચેક થયું હતું, પરંતુ આ દરમિયાન મારી ડાયમંડની બુટ્ટી ક્યાંક પડી ગઈ. જો કોઈ મારી મદદ કરે તો હું ઘણી જ ખુશ થઈશ. તમે પોલીસને માહિતી આપો, હું તમને ઈનામ આપીશ. આ મેચિંગ પીસ છે. હું છેલ્લાં 15 વર્ષથી આ પહેરું છું. પ્લીઝ, શોધવામાં મારી મદદ કરો.