અદાર પૂનાવાલા (REUTERS/Francis Mascarenhas/File Photo)

વેક્સિન ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ જર્મનીની સ્પેશ્યાલિટી ગ્લાસ કંપની સ્કોટ એજીના સંયુક્ત સાહસ ભાગીદાર બનવા માટે ફાર્મા પેકેજિંગ કંપની સ્કોટ કૈશાનો 50 ટકા હિસ્સો ખરીદ્યો છે.

સ્કોટ અને સીરમે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે સીરમ ઇન્સ્ટીટ્યૂટે ભૂતપૂર્વ સહ-માલિકો કૈરુસ દાદાચાન્જી અને શપૂર મિસ્ત્રી પાસેથી હિસ્સો ખરીદ્યો છે. આ સંયુક્ત સાહસ ફાર્મા પેકેજિંગ માટેનું છે. સીરમે સ્કોટના સંયુક્ત સાહસ ભાગીદાર બનવા અને ફાર્મા પેકેજિંગ સપ્લાય સુનિશ્ચિત કરવા સ્કોટ કૈશાનો 50 ટકા હિસ્સો ખરીદ્યો છે.

જોકે ભાગીદારીઓ આ સોદાની નાણાકીય વિગત જારી કરી નથી. આ સંયુક્ત સાહસ વાયલ, સિરિન્જ, એમ્પોલ્સ અને કાર્ટિજ જેવી દવાના પેકેજિંગ માટે વપરાતી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે.

સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઇઓ આદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે યોગ્ય પેકેજિંગ વગર શ્રેષ્ઠ દવા દર્દી સુધી પહોંચાડી શકાતા નથી. તેથી સપ્લાય ચેઇન મહત્ત્વની છે. સ્કોટ શ્રેષ્ઠ ભાગીદાર છે, કારણ કે તે નિપુળથા અને વૈશ્વિક નેટવર્ક ધરાવે છે.

સીરમ ઇન્સ્ટીટ્યૂટ લાંબા સમયથી આ કંપનીની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. બીજી એક ગતિવિધિમાં સ્કોટના સીઇઓ ફ્રેન્ક હૈનરિચે જણાવ્યું હતું કે ભારત ગ્લોબલ ફાર્મા હબ બન્યું છે. અમને ભારતના ફાર્મા સપ્લાય ચેઇનમાં અમારી હાજરી મજબૂત કરતાં આનંદ થયો છે.