ભારતની સૌથી મોટી વેક્સીન ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બુધવારે જણાવ્યું હતું કે તે એસ્ટ્રાઝેનેકા વેક્સીનનું રાજ્ય સરકારોને ડોઝ દીઠ રૂ.400 (5.30 ડોલર) અને ખાનગી હોસ્પિટલ્સને રૂ.600 (આશરે 7.95 ડોલર)માં વેચાણ કરશે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્થિતિની જટિલતા અને અર્જન્સીને કારણે દરેક કોર્પોરેટ એકમને સ્વતંત્ર રીતે વેક્સીન સપ્લાય કરવાનું પડકારજનક છે. અમે તમામ કોર્પોરેટ અને ખાનગી વ્યક્તિઓને અનુરોધ કરીએ છીએ કે તે સરકારના વ્યવસ્થાતંત્ર અને પ્રાઇવેટ હેલ્થ સિસ્ટમ્સ મારફત વેક્સીનની ખરીદી કરે.