(Photo by SAJJAD HUSSAIN/AFP via Getty Images)

ટોચના અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેમાં એક પછી એક કલાકાર ઉમેરાતા જાય છે. જેમાં મિર્ઝાપુર વેબ સિરિઝથી જાણીતા બનેલા અભિનેતા પંકજ ત્રિપાઠીનું નામ પણ સામેલ થયું છે. નિર્માતા ાજિદ નડિયાદવાળા સાથે પંકજ ત્રિપાઠીની આ ત્રીજી ફિલ્મ હશે.
આ પહેલા તેઓ સુપર ૩૦ અને ૮૩માં સાથે કામ કર્યું છે. જોકે અક્ષય અને પંકજ પહેલી વખત રૂપેરી પડદે સાથે કામ કરતાજોવા મળશે.

ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, અક્ષય અને પંકજની કોમિક ટાઇમિહ બહુ સારી છે અને દર્શકો માટે આ એક નવો અનુભવ હશે. જાન્યુઆરી માસમાં પંકજ ફિલ્મની ટીમ સાથે જેસલમેરમાં શૂટિંગમાં જોડાશે.

સૂત્રે વધુમાં કહ્યું હતું કે, પંકજને આ ફિલ્મમાં લેવાનો વિચાર સાજિદ અને ફરહાદનો હતો. પંકજને આપેલો રોલ ફિલ્મમાં બહુ મહત્વો છે તેમજ તેમાં રમૂજ પણ ઘણી છે. આ ફિલ્મને ૯૦ દિવસમાં જ પૂરી કરવાની યોજના છે. બચ્ચન પાંડે ફિલ્મમાં અક્ષય કુમાર એક ગેન્ગસ્ટરના પાત્રમાં છે. કૃતિ સેનોન પત્રકારની ભૂમિકામાં જોવા મળશે. અરશદ વારસી અક્ષયના મિત્રના રોલમાં હશે. આ ફિલ્મને ૨૦૨૧માં રિલીઝ કરવાની યોજના છે.