લોકપ્રિય પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની તાજેતર પંજાબના માણસા જિલ્લામાં ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે (ANI Photo)

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કથિત માસ્ટરમાઇન્ડ અને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને અમેરિકામાં અટકાયત લેવામાં આવ્યો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગોલ્ડી બ્રાર તાજેતરમાં કેનેડાથી યુએસ ગયો હતો. તે 2017થી કેનેડામાં રહેલો હતો. સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે આ ગેંગસ્ટરને 20 નવેમ્બરે કેલિફોર્નિયામાં અટકાયત લેવામાં આવ્યો હતો. ભારત સરકારને હજુ સુધી કેલિફોર્નિયા તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
ગોલ્ડી બ્રાર દબાણ હેઠળ યુએસ ગયો હોવાનું કહેવાય છે. તે ફ્રેસ્નો શહેરમાં રહેતો હતો તથા સેક્રામેન્ટો, ફ્રિઝો અને સોલ્ટ લેક જેવા શહેરો તેના સલામત ઘર તરીકે હતા.

ભારતની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW), દિલ્હી પોલીસની ગુપ્તચર શાખા અને પંજાબમાં ગુપ્તચર શાખાને એવા ઇનપુટ્સ મળ્યા હોવાનું જાણવા મળે છે કે ગોલ્ડી બ્રારની ધરપકડથી કેલિફોર્નિયામાં ભારે હલચલ મચી ગઈ હતી.

ગુજરાતમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને આ સમાચારની પુષ્ટિ આપી હતી. માન ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટી AAP માટે પ્રચાર કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના વડા હોવાને કારણે હું તમને કહું છું કે કેનેડામાં બેઠેલા મોટા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને અમેરિકામાં અટકાયતમાં લેવામાં આવ્યો છે.ગોલ્ડી બ્રાર સામે 2 જૂના કેસમાં રેડ કોર્નર નોટિસ જારી કરાઈ હતી. કેનેડાથી થોડા દિવસો પહેલાં જ તે રાજકીય આશ્રય માટે કેલિફોર્નિયા ભાગી ગયો હતો.

LEAVE A REPLY

five × 3 =