BJP leader shot dead in public in Vapi
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વુલ્વરહેમ્પટનમાં આવેલા ગુજરાતી એસોસિએશનની માલિકીના સિતારા હોલમાં યોજાઇ રહેલા મહેંદી – લગ્ન પ્રસંગે કાર પાર્કમાં થયેલા ખાનગી ગોળીબારના બનાવ અંગે તા. 7 જુલાઇના રોજ લિન્ટન એવન્યુ, વોલ્વરહેમ્પટનના 21 વર્ષના શમાઈલ મલિકને વુલ્વરહેમ્પટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. કેસને 4 ઓગસ્ટના રોજ વુલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટમાં અરજી અને ટ્રાયલ તૈયારીની સુનાવણી માટે મોકલવામાં આવ્યો હતો.

મલિક પર હિંસાનો ભય ઉભો કરવાના ઈરાદા સાથે નકલી હથિયાર રાખવાનો, અયોગ્ય ઠરાવાયો હોવા છતાય ડ્રાઇવિંગ કરવાનો અને ચોરેલો સામાન વગે કરવાનો વધુ આરોપ મૂકાયો છે.

માનવામાં આવે છે કે તા. 1 જુલાઇને શનિવારે રાત્રે 8-30ના સુમારે કાર પાર્કમાં કોઈ વ્યક્તિએ વાહનમાંથી બહાર નીકળીને સ્થળ પર પાર્ક કરેલી અન્ય કાર પર સંખ્યાબંધ ગોળીબાર કર્યા હતા. જેના જવાબમાં અન્ય વ્યક્તિ દ્વારા લગ્નની પાર્ટીની દિશામાંથી હુમલાખોર તરફ ગોળીબાર કરાયો હતો. જો કે કોઈને ઈજા થઈ ન હતી પરંતુ વાહનને નુકસાન થયું હતું. પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે જઇ ફોરેન્સિક અને સીસીટીવી તપાસ કરી હતી.

એસોસિએશનના વાઈસ ચેર નરેશ પટેલે મેઈલઓનલાઈનને જણાવ્યું હતું કે: ‘હૉલનો ઉપયોગ તમામ સમુદાયો દ્વારા લગ્ન, રિસેપ્શન, જાગરણ વગેરે જેવા પારિવારિક પ્રસંગો માટે કરવામાં આવે છે. શનિવારે રાત્રે મુસ્લિમ લગ્ન પહેલા મહેંદી પાર્ટી હતી. પોલીસે એક કાર કબ્જે કરી છે અને કેટલાક મહેમાનો પાસેથી વિગતો લીધી હતી. કાર્યક્રમ બાદ પણ રાત્રે 11 વાગ્યા સુધી મહેંદી પાર્ટી ચાલુ રહી હતી. અમારી પાસે સુરક્ષા વ્યવસ્થા છે. આલ્કોહોલ પીરસવામાં આવતો હોય ત્યારે સુરક્ષા રહે જ છે. પરંતુ આ ઇવેન્ટમાં દારૂ પીરસવામાં આવ્યો ન હતો.’’

ગુજરાતી એસોસિએશને પણ આ ઘટના અંગે નિવેદન બહાર પાડી આ ઘટના બાબતે સત્તાવાળાઓને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી ઘટના પર ઊંડો ખેદ વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે સલામતીના પગલાં વધુ મજબૂત બનાવવાની લોકોને ખાતરી આપી હતી. તેમણે આ પડકારજનક સમયમાં સ્થાનિક લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓનો આભાર માન્યો હતો.

વુલ્વરહેમ્પટન પોલીસના સીએચ ઇન્સ્પેક્ટર પૌલ સધર્ને જણાવ્યું હતું કે “આ તદ્દન અવિચારી હુમલામાં નસીબજોગે કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી અથવા મરણ પામ્યું નથી. અમે માનીએ છીએ કે આ પ્રસંગે 100થી વધુ લોકો હાજર હતા હતા અને તેમને માહિતી આપવા આગળ આવવા અપીલ કરીએ છે.’’

ગુજરાતી એસોસિએશન દ્વારા સિતારા હોલની સ્થાપના 2014માં કરવામાં આવી હતી અને મહત્તમ 500 લોકોની ક્ષમતા સાથેના કાર્યક્રમોનું આયોજન કરી શકાય છે. ગુજરાતી એસોસિએશન ઉપરાંત, શેરીના બીજા છેડે શીખ ગુરુદ્વારા, રસ્તાની પેલે પાર બૌદ્ધ વિહાર અને નજીકમાં યુક્રેનિયન કેન્દ્ર છે.

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે માહિતી ધરાવનાર કોઈપણ વ્યક્તિને ફોન નંબર 101 પર સંપર્ક કરી 1 જુલાઈના લોગ 4353ને ટાંકીને વેબસાઈટ પર લાઈવ ચેટ કરવા અથવા 0800 555 111 નંબર પર ક્રાઈમસ્ટોપર્સ સાથે વાત કરવા વિનંતી કરી છે.

LEAVE A REPLY

fifteen − 1 =