Getty Images)

‘બિગ બૉસ-7’ની સ્પર્ધક રહેલી સોફિયા હયાતે પણ નેપોટિઝ્મને લઇને પોતાનો અનુભવ શેર કર્યો છે. એક વાતચીતમાં સોફિયાએ કહ્યું કે, “ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ લાંબા સમયથી છે. વિદેશી હોવાના કારણે તેણે મુશ્કેલીઓ સહન કરી છે. બોલીવુડનાં ઘણા મોટા મેકર્સે મને કામ કરવા માટે બોલાવી હતી.

ફિલ્મ ડાયરી ઑફ અ બટરફ્લાઈમાં મને કાસ્ટ પણ કરવામાં આવી. જલદી ઘણા મોટા ફિલ્મ મેકર્સ અને એક્ટર્સે મારા પર ચાન્સ મારવાનો પ્રયત્ન કર્યો. મે ક્યારેય તેમને મને હાથ પણ લગાવવા ના દીધો. સતત ઇન્વાઇટ બાદ પણ વર્કિંગ અવર્સ બાદમાં કોઈને મળવા નથી ગઈ.”

સોફિયાએ જણાવ્યું કે, “તેમની વાત ના માનવા પર મારું કામ બીજી છોકરીઓને આપવામાં આવવા લાગ્યું. ફિલ્મ્સમાંથી મારા સીનને કાપવામાં આવવા લાગ્યા. અનેક ફિલ્મો રોકી દેવામાં આવી. તેઓ દરેક વખતે મને વેચવા અથવા ખરીદવાનો પ્રયત્ન કરતા. ત્યારબાદ મે મારા દેશ જવાનો નિર્ણય કર્યો. હું નેપોટિઝ્મનો શિકાર નહોતી બનવા માંગતી.”

સોફિયાએ કહ્યું કે, “તેને વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે બિગ બૉસમાં એન્ટ્રી મળી હતી. આ શૉ મોટું પ્લેટફોર્મ હતો, પરંતુ એવું લાગ્યું કે આ શૉ તેની ઇમેજને નુકસાન પહોંચાડવાનો પ્લાન હતો. બિગ બૉસમાં તેના ભાગને એ રીતે એડિટ કરવામાં આવ્યો કે લોકો ક્યારેય તેની રિયલ સાઇડ જોઇ ના શક્યા.”