ચીને અમેરિકાની ચેતવણી છતાં સોલોમન ટાપુઓ સાથે સુરક્ષા સહકાર સમજુતિ કર્યાનું ચીનના વિદેશ પ્રવક્તા વાંગ વેન્બીને જણાવ્યું હતું. દક્ષિણ પેસિફિક તથા વિસ્તારમાં ચીનની વધેલી પ્રવૃત્તિ અંગે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ ચિંતા દર્શાવી ચૂક્યા છે. અમેરિકાએ ચીન સોલોમન ટાપુ સુરક્ષા સમજુતિ અંગે વિરોધ પણ દર્શાવ્યો હતો. વિદેશ પ્રવક્તા નેડ પ્રાઇસે જણાવ્યું હતું કે આવી સમજુતિથી ચીનના દળો ટાપુ રાષ્ટ્રમાં ગોઠવાશે.
ચીનના વિદેશ પ્રવક્તા વાંગે જણાવ્યું હતું કે ચીન અને સોલોમન ટાપુ સામાજિક વ્યવસ્થા, લોકો અને મિલ્કતોની સુરક્ષા, માનવીય સહાય, કુદરતી આપત્તિ પ્રતિભાવ સહિતના મામલે સમજુતિ દ્વારા દ્વિપક્ષી સહકાર વધારશે. દરમિયાનમાં અધિકારીએ તેના બે ઉચ્ચ અધિકારીઓ કર્ટ કેમ્પબેલ તથા ડેનિયલ ક્રિટેન બ્રિન્કને સોલોમન ટાપુ મુલાકાત માટે મોકલી ચીનની વધેલી પ્રવૃત્તિ અગે સ્થાનિક તંત્રને અમેરિકાની ચિંતાથી વાકેફ કરવાનો નિર્ણય લીધો હતો.