પાકિસ્તાનના નાણા પ્રધાન મિફ્તાહ ઇસ્માઇલે આપેલી માહિતી પ્રમાણે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ત્રણ વર્ષ અને આઠ માસના તેમના શાસન દરમયાન પોતાના ઘેરથી પીએમ કાર્યાલય સુધી રોજિંદા આવવા – જવા પાછળ 550 મિલિયન પાકિસ્તાની રૂપિયા ખર્ચ્યા હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન તેમના આ પ્રવાસ માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હતા. ઇમરાનની રોજિંદી અવર-જવર માટે હેલિકોપ્ટર ઉપયોગ તેમના શાસનકાળના પ્રારંભથી જ ટીકાપાત્ર બન્યો હતો. મિફ્તાબ ઇસ્માઇલે પાવર સેક્ટરમાં 400 બિલિયન રૂપિયાનું દેવું ઇમરાન સરકારે છોડ્યાનું પણ જણાવ્યું હતું.