(ANI Photo/Rahul Singh)

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય બન્યાં છે. અત્યાર સુધી તેઓ લોકસભાની સભ્ય હતા. સોનિયા ગાંધી અને રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સહિતના 14 ચૂંટાયેલા સભ્યોએ ગુરુવારે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધાં હતાં.

તેમણે ગૃહના નેતા પીયૂષ ગોયલ અને કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં શપથ લીધા હતાં. શપથ ગ્રહણ દરમિયાન તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતી. સોનિયા ગાંધીએ રાજસ્થાનમાંથી ઉપલા ગૃહના સભ્ય તરીકે શપથ લીધા હતાં, જયારે વૈષ્ણવે ઓડિશામાંથી ગૃહના સભ્ય તરીકે શપથ લીધા હતાં.

આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ અજય માકન અને સૈયદ નસીર હુસૈન, ઉત્તર પ્રદેશના બીજેપી નેતા આરપીએન સિંહ અને પશ્ચિમ બંગાળના ભાજપના સભ્ય સમિક ભટ્ટાચાર્યે પણ શપથ લીધા હતાં.

બિહારમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે જેડી(યુ)ના સંજય કુમાર ઝા, ઓડિશામાંથી બીજેડીના રાજ્યસભાના તરીકે સુભાષીષ ખુંટિયા અને દેબાશીષ સામંતરાયે, ભાજપના મદન રાઠોડે પણ શપથ લીધા હતા. YSRCP નેતાઓ ગોલ્લા બાબુરાવ, મેડા રઘુનાધા રેડ્ડી અને યેરામ વેંકટા સુબ્બા રેડ્ડી, BRS નેતા રવિ ચંદ્ર વદ્દીરાજુ પણ વિધિવત રીતે રાજ્યસભાના સભ્ય બન્યાં હતા.

LEAVE A REPLY

three × two =