ક્રિકેટ સાઉથ આફ્રિકાએ તેની ટીમનો પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો છે. ભારતના પ્રવાસ પછી માર્ચમાં સાઉથ આફ્રિકન ટીમ ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ માટે પાકિસ્તાન જવાની હતી. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ખેલાડીઓ પર વધારે પડતા વર્કલોડનું કારણ આ નિર્ણય માટે દર્શાવ્યું છે. આ પ્રવાસનું આયોજન હવે પછી એવા કોઈ સમયે કરાશે કે જે ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (સીએસે) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) માટે સાનુકુળ હોય. દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત પ્રવાસ દરમિયાન 12થી 1રાત્રે 8.00 માર્ચ સુધી 3 વન-ડેની સીરીઝ રમ્યા પછી પાકિસ્તાન જવાની હતી. ત્યાં રાવલપિંડીમાં તે ત્રણે ટી-20 મેચ રમવાની હતી. સાઉથ આફ્રિકાની ટીમે ઈંગ્લેન્ડમાં ચાર ટેસ્ટ અને ત્રણ વન-ડે તથા ટી-20 મેચની સીરીઝ રમી હતી. એ પછી તે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાસામે રમવાની છે. એ સીરીઝમાં ત્રણ વન-ડે અને ત્રણ ટેસ્ટ મેચ રમાશે.