GLENAVY, NORTHERN IRELAND - JANUARY 22: A local resident looks at the damage caused by a fallen tree that fell into the graveyard at St Joseph's Church on January 22, 2024 in Glenavy, Northern Ireland. Much of the UK was battered overnight by Storm Isha and its high winds, which in some places reached 99mph. (Photo by Charles McQuillan/Getty Images)

100 માઇલ પ્રતિ કલાકની ઝડપે આવેલા સ્ટ્રોમ ઈશા – વાવાઝોડાએ યુકેભરમાં વિવાશ વેર્યો હતો અને તેને પગલે ચાર માણસોના મોત નિપજ્યા હતા. પડી ગયેલા વૃક્ષો અને કાટમાળ તળે કાર કચડાઇ ગઇ હોવાના, ઘરોની છત અને નળીયા ઉડી ગયા હોવાના બનાવો બન્યા હતા તો 70,000 મિલકતોની વીજળી ગુલ થવાના બનાવો નોંધાયા હતા.  સ્કોટલેન્ડ, નોર્ધર્ન આયર્લૅન્ડ, નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં સૌથી ભયાનક અસર થઇ હતી.

સ્કોટલેન્ડમાં ફોલકિર્ક નજીક ઝાડ સાથે કાર અથડાતા એક 84 વર્ષીય માણસ મરણ પામ્યો હતો. જ્યારે નોર્ધર્ન આયર્લૅન્ડમાં કાઉન્ટી લંડનડેરીના લિમાવાડીમાં કાર પર ઝાડ પડતાં 60ના દાયકાના એક વ્યક્તિનું મોત થયું હતું. બ્રેડફર્ડમાં, એક વ્યક્તિ ગટરના મેનહોલમાં પડી જતા માથામાં જીવલેણ ઈજા થતાં તેને ઘટનાસ્થળે મૃત જાહેર કરાયો હતો. વેસ્ટર્ન આયર્લેન્ડમાં કાઉન્ટી મેયોના લિસ્ડફ ગામમાં સાંજે લગભગ 6.15 વાગ્યે અત્યંત ભારે પવન વચ્ચે એક ભયાનક અકસ્માત બાદ 40 વર્ષની વયના એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ થઈ હતી.

નોર્થમ્બરલેન્ડના ક્રેમલિંગ્ટનમાં સોમવારે વહેલી સવારે બે કાર એક પડી ગયેલા ઝાડ સાથે અથડાતા 26 વર્ષીય ડ્રાઈવરને ગંભીર ઇજા થઇ હતી.

નોર્થમ્બરલેન્ડમાં બ્રિઝલી વુડ ખાતે આવેલી મેટ ઓફિસ દ્વારા ઇશાની ઝડપ 99 માઇલ પ્રતિ કલાક (mph) નોંધવામાં આવી હતી. તો ટ્રાન્સપોર્ટ સ્કોટલેન્ડે જણાવ્યું હતું કે ડંડીના ટે બ્રિજ પર 107 mphની ઝડપ નોંધાઇ હતી. યુકેના વિવિધ ભાગોએ એક દાયકા કરતાં વધુ સમયના સૌથી વધુ તીવ્ર પવનનો અનુભવ કર્યો હતો.

રવિવારે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને યુકે તરફ જતા વિમાનોને ફ્રાન્સ, જર્મની અને નેધરલેન્ડ તરફ વાળવાની ફરજ પડી હતી, જેના કારણે મુસાફરો વિદેશમાં એરપોર્ટ પર ફસાયા હતા. સોમવારે પરિવહન સેવાઓ મોટાભાગે પુનઃ શરૂ થઈ હતી. જોકે કેટલાક રસ્તાઓ બંધ રહ્યા હતા અને રેલ લાઈનો અવરોધાઇ હતી. ડોનકાસ્ટરમાં હાઇ-સાઇડ વાહનો પવનના કારણે પલટી ખાઇ ગયા હતા.

સોમવારે, પર્યાવરણ એજન્સીએ 85 પૂરની ચેતવણીઓ આપી હતી. ટ્રાફિક સ્કોટલેન્ડના કહેવા મુજબ M9 અને M74 ના વિસ્તારો આખી રાત બંધ રહ્યા હતા. જ્યારે A1 દક્ષિણ તરફ થોર્ન્ટનલોચ ખાતે પલટી ગયેલી લૉરીને કારણે બંધ કરાયો હતો. ભારે પવનને કારણે A1(M) અને M6 વચ્ચેના ટે રોડ બ્રિજ, M48 સેવરન બ્રિજ અને ડરહામ અને કમ્બ્રીયામાં A66 બંધ કરવાની ફરજ પડી હતી, જ્યારે હમ્બર બ્રિજ, A19 ટીઝ ફ્લાયઓવર અને ડર્બીશાયરમાં A628 વુડહેડ પાસ બંધ કરાયા હતા.

એનર્જી નેટવર્ક્સ એસોસિએશન (ENA)ના કહેવા મુજબ સમગ્ર ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં લગભગ 30,000 મિલકતો પાવર વગર રહી ગઈ હતી. ESB નેટવર્ક્સે અહેવાલ આપ્યો છે કે આયર્લેન્ડમાં 170,000થી વધુ મિલકતો પાવર વિના હતી જ્યારે ઇલેક્ટ્રિસિટી નોર્થ વેસ્ટએ જણાવ્યું હતું કે લગભગ 8,000 ઘરો પાવર ગુમાવવાની પરિસ્થિતિને કારણે ક્રૂને ડાઉન કરવામાં આવ્યા હતા. નોર્ધર્ન આયર્લેન્ડ ઇલેક્ટ્રિસિટી નેટવર્ક્સે જણાવ્યું હતું કે લગભગ 45,000 ગ્રાહકોને વીજળી વિના છોડી દેવાયા  હતા.

ઋષિ સુનકે કહ્યું હતું કે ‘’સરકાર સત્તાવાળાઓ સાથે સખત મહેનત કરી રહી છે જેથી તેના વિના બાકી રહેલા ઘરોમાં વીજળી પુનઃસ્થાપિત કરી શકાય. મારા વિચારો એ તમામ લોકો સાથે છે જેઓ છેલ્લા એકાદ દિવસમાં તોફાનથી પ્રભાવિત થયા છે. હું તમામનો આભાર માનું છું જેઓ લોકોને ટેકો આપવા માટે સખત મહેનત કરી રહ્યા છે. હું લોકોને વિનંતી કરીશ કે તેઓ પરિવારોને સુરક્ષિત રાખવા મુસાફરી કરતાં પહેલા સલાહ નજર રાખે.’’

ઇશા પછી સ્ટ્રોમ જોસલિન ભારે પવન અને વરસાદ લાવશે

સ્ટ્રોમ ઈશાના પગલે વાવાઝોડું જોસલિન વધુ વિક્ષેપ લાવે તેવી અપેક્ષા છે અને તેને કારણે યુકેમાં વધુ તીવ્ર પવન અને વરસાદ આવશે તેવી સંભાવનાઓ છે. સૌથી વધુ ખુલ્લા વિસ્તારોમાં આવતું જોસલિન સ્ટ્રોમ સપ્ટેમ્બર પછીનું 10મું વાવાઝોડું છે અને 55 અને 65 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની ધારણા છે.

બીબીસી વેધરે ચેતવણી આપી હતી કે “સૌથી વધુ ભીના ભાગોમાં વધુ 50-100 મીમી વરસાદ જોઈ શકીએ છીએ.”

સ્ટોર્મ જોસલિનને કારણે “સૌથી વધુ ખુલ્લા ભાગોમાં પવન 70 અથવા 80mph સુધીની ઝડપે પવન ફૂંકાવાની ધારણા છે. આ અઠવાડિયે ભારે વરસાદથી પૂર પણ આવી શકે છે.

વેસ્ટ સ્કોટલેન્ડ, નોર્થ-વેસ્ટ ઈંગ્લેન્ડ, યોર્કશાયર ડેલ્સ અને નોર્થ-વેસ્ટ વેલ્સમાં વરસાદની અપેક્ષા છે અને પૂર આવે તેવી શક્યતાઓ છે.

મંગળવારે બપોરે 3-37 કલાકે આ લખાય છે ત્યારે સમગ્ર યુકેમાં 40-50 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરાઇ છે. વૃક્ષો અને અન્ય કાટમાળ ટ્રેક પર પડવાના જોખમને કારણે તમામ સ્કોટરેલ ટ્રેનો સાંજે 7 વાગ્યાથી સસ્પેન્ડ કરવામાં આવશે અને તે બુધવારે સવારે ફરી શરૂ થશે નહીં. અન્ય રેલ લાઇનો પણ અસરગ્રસ્ત થાય તેવી શક્યતાને પગલે ટ્રેનો બંઘ કરાઇ છે.

LEAVE A REPLY

thirteen − ten =