બ્રિટનની પાર્લામેન્ટમાં જય શ્રી રામના નારા તેમજ શંખના ધ્વનિ સાથે આયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તા. 16 જાન્યુઆરીના રોજ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

બ્રિટનની સનાતન સંસ્થા ઓફ યુકે દ્વારા આયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં યોજાયેલ કાર્યક્રમનો આરંભ ભાવપૂર્ણ  ભજન સાથે થયો હતો. આ પ્રસંગે ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણજીની મૂર્તિઓ સંસદમાં લાવવામાં આવી હતી અને દીપ પ્રગટાવીને તેની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી.

https://x.com/ssukconnect/status/1748152383186632777?s=20

એ પછી સંસ્થાના સભ્યોએ ગીતાના 12મા અધ્યાયનું પઠન કરીને શ્રીકૃષ્ણ ભગવાનના જીવનને યાદ કર્યુ હતુ. આ પ્રસંગે કેટલાક સાંસદોનુ શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રિટનના હિન્દુ સમુદાયમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અંગે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વધુ માહિતી માટે સંપર્ક: https://ssuk.info/

 

 

 

 

LEAVE A REPLY

20 + six =